નેશનલ

પંજાબી સિંગરે ‘કેસરિયા’ ગીત 5 ભાષામાં ગાયું, પીએમ મોદીએ વીડિયો શેર કરી કહી આ વાત

Text To Speech

એક પંજાબી સિંગર સ્નેહદીપ તેના એક ગીતને કારણે ચર્ચામાં આવ્યો છે. ત્યારે તેના આ ગીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને વખાણ કર્યા છે. પીએમ મોદીએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક પંજાબી સિંગર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ‘કેસરિયા’ ગીત પાંચ ભાષાઓમાં ગાઈ રહ્યો છે.

પંજાબી સંગરે ‘કેસરિયા’ ગીત પાંચ ભાષાઓમાં ગાયું

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પંજાબી સિંગરે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ‘કેસરિયા’ ગીત પાંચ ભાષાઓમાં ગાઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોને વડાપ્રધાને પણ શેર કર્યો છે. અને ટ્વીટ કરીને તેની પ્રસંશા કરી છે. અને વડાપ્રધાને તેને એક ભારત શ્રેષ્ઠ ભારતનું શ્રેષ્ઠ કમ્પોઝિશન ગણાવ્યુ છે.

પંજાબી સિંગર સ્નેહદીપ-humdekhengenews

વડાપ્રધાન મોદીએ વીડિયો શેર કરી પ્રશંસા કરી

આ પંજાબી સિંગરે ‘કેસરિયા’ ગીત પાંચ ભાષાઓમાં ખૂબ જ સુંદરતા સાથે ગાયું છે. જેના કારણે લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. ત્યારે ખુદ વડાપ્રધાન પણ આ સિંગરના પ્રશંસક બની ગયા છે. PM મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે શાનદાર ! ‘પ્રતિભાશાળી સ્નેહદીપ સિંહની આ અદ્ભુત રજૂઆત જોઈ, તેમના મધુર અવાજની સાથે તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો સંદેશ આપતી અભિવ્યક્તિ છે.’

વડાપ્રધાનના ટ્વીટ બાદ સિંગર વધારે ચર્ચામાં

મહત્વનું છે કે વડાપ્રધાનના આ ટ્વિટ બાદ આ સિંગર વધારે ચર્ચામાં આવ્યો છે. ‘કેસરિયા’ ગીત પાંચ ભાષાઓમાં ગાનારા આ સિંગરનું નામ સ્નેહદીપ સિંહ કલસી છે અને સ્નેહદીપસિંહ તેના યુટ્યુબ ચેનલ પર સોંગ્સ સાથે એવા પ્રયોગ કરતા રહે છે.

આ પણ વાંચો : અરવલ્લીમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદથી તારાજી, 1800 વીઘા ખેતરમાં પાકને મોટું નુકસાન

Back to top button