ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, જાણો ક્યા છે વરસાદની આગાહી

  • હાલના સમયે એરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે
  • આગામી સાત દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી
  • રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની પૂરી સંભાવનાઓ છે. આગામી 22 થી 26 મે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

હાલના સમયે એરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે

હાલના સમયે એરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ વધુ મજબૂત પણ બની શકે છે. આ સિસ્ટમ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ છે. જેના પગલે 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક સપ્તાહ સુધી ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મધ્યમ તો કેટલાકમાં ભારે અને અમુકમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે.

આગામી સાત દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23મીએ છોટા ઉદેપુર-નર્મદા, 24-25મીએ નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગરમાં ભારે જ્યારે અન્યત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હાલના અનુમાન પ્રમાણે ગુજરાતમાં 8 જૂન સુધીમાં ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે

21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગી, નવસારી અને વલસાડમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : વડોદરા: લાલબાગથી વિશ્વામિત્રી સુધી વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી નહીં થાય તો જળબંબાકાર થશે

Back to top button