
અમદાવાદ, 21 જુલાઈ 2025: અમદાવાદના સાણંદમાં બાતમીના આધારે ગ્લેડ વન રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ડીજે પાર્ટીની આડમાં નબીરાઓ દારૂ પાર્ટી કરતા પકડાયા હતા. આ મામલે પોલીસે 100 થી પણ વધુ વ્યક્તિઓની અટકાયત કરી છે. જેમાંથી 13 યુવકો અને 26 યુવતીઓ આમ કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે કેટલાક ગર્ભ શ્રીમંત નબીરાઓને રંગેહાથે પકડી પાડ્યા છે. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.
દારૂ પાર્ટીમાં કોણ- કોણ સામેલ હતું?
પ્રતિક સાંઘી, પાર્ટીના આયોજક, રહે. અમદાવાદ
રૂષભ દુગલ, રહે. શેલા, અમદાવાદ
રીતેષ વજીરાની, રહે. સેટેલાઈટ, અમદાવાદ
વિરાજ વિઠ્ઠલાણી, રહે. કાંચના ઝંઘા ક્રિકેટ બંગ્લો, જામનગર
નિનાદ પરીખ, રહે. આંબાવાડી, અમદાવાદ
અતિત બજાજ, રહે. વસ્ત્રાપુર, અમદાવાદ
રાજ અગ્રવાલ, રહે. આંબાવાડી, અમદાવાદ
નિખીલ બજાજ, રહે. જયપુર, રાજસ્થાન
દુષ્યંત ગોસ્વામી, રહે. સમર્પણ બંગ્લોઝ, બોડકદેવ
વરૂણ જૈન, રહે. ઈસ્કોન, અમદાવાદ
અમિત જોગીયા, રહે. સિંધુભવન, અમદાવાદ
પ્રિયમ પરીખ, રહે. થલતેજ, અમદાવાદ
સજલ અગ્રવાલ, રહે. પ્રહલાદનગર, અમદાવાદ
નમ્રતાબેન ખટ્ટર, રહે. ઈસ્કોન, અમદાવાદ
આયુશીબેન શાહ, રહે. પાલડી, અમદાવાદ
ભક્તિબેન રાવલ, રહે. ગુલબાઈ ટેકરા, અમદાવાદ
માનુષીબેન શાહ, રહે. શીલજ, અમદાવાદ
ઝલકબેન પટેલ, રહે. સેટેલાઈટ, અમદાવાદ
અવિ દુગ્ગડ, રહે. શેલા,અમદાવાદ
મેઘાવી બાકલીવાલ, સેટેલાઈટ, અમદાવાદ
રૂપાલી સાંઘવી, રહે. પ્રહલાદનગર, અમદાવાદ
જીનલ શાહ, રહે. વસ્ત્રાપુર, અમદાવાદ
ત્રીષા બજાજ, રહે. વસ્ત્રાપુર, અમદાવાદ
મંદીરા સાંઘી, રહે. પ્રહલાદનગર, અમદાવાદ
નુપુર બારોટ, રહે. ભાડજ, અમદાવાદ
આદિતી ઉર્ફે માલ્વીકા પટેલ, શેલા, અમદાવાદ
અંજલિ શ્રીવાસ્તવ, મકરબા, અમદાવાદ
સ્નેહા ખટ્ટર, સેટેલાઈટ, અમદાવાદ
ક્ષમા વજીરાની, સેટેલાઈટ, અમદાવાદ
વરૂણા જૈન, સેટેલાઈટ, અમદાવાદ
મીનાક્ષી કોઠારી, શાહીબાગ, અમદાવાદ
મીતા ખટ્ટર, સેટેલાઈટ, અમદાવાદ
નીતુ પોસ્વામી, બોડકદેવ, અમદાવાદ
મનિષા અગ્રવાલ, આંબાવાડી, અમદાવાદ
ધારા અરોરા, બોડકદેવ, અમદાવાદ
વિનીતા ચૌહાણ, શીલજ, અમદાવાદ
મીરા શાહ, સેટેલાઈટ, અમદાવાદ
શૈરીન પટેલ, આનંદનગર, અમદાવાદ
પ્રાચી ગોસ્વામી, બોડકદેવ, અમદાવાદ
ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે જ આ લોકોને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જે બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન પણ લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બિલ્ડર પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટી નિમિતે આ હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી યોજાઈ હતી.
View this post on Instagram
પોલીસે વહેલી સવાર સુધી કાર્યવાહી કરી
પોલીસની 4 બસ અને ગાડી મારફતે મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો ઝડપાયા હોવાથી મોડી રાતથી સવાર સુધી પોલીસની કાર્યવાહી પણ ચાલી હતી. યુવક-યુવતીઓ પણ મોટી સંખ્યામાં ઝડપાયા હોવાથી લોકોના પરિજનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળતા કબ્જે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ દિવસે જ દારૂની મહેફિલ માણતા 12 લોકો ઝડપાયા
આ ઉપરાંત 20 જુલાઈએ વહેલી સવારે પણ ક્લહાર બ્લુ ગ્રીન વિલન મકાનમાંથી દારૂની મહેફિલ માણતા 12 નબીરાઓ રંગે હાથે પકડાયા હતા.પોલીસે અમદાવાદ,ગાંધીનગર અને મુંબઈમાં રહેતા 12 યુવકોને દારૂ પીતા ઝડપ્યા હતા. આ ઘટનાના 24 કલાકમાં જ પોલીસે અન્ય હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પર પણ રેડ કરી છે.
આ પણ વાંચો : BREAKING NEWS: 2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, તમામ 12 દોષિતોને નિર્દોષ જાહેર કર્યા












