કમલ હાસન વિરુદ્ધ પોલીસ ફરિયાદ, કન્નડવાસીઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ

- ‘Thug Life’ના ઓડિયો લોન્ચ દરમિયાન કન્નડ ભાષા તમિલની વંશજ છે, ટિપ્પણીથી રાજ્યવ્યાપી કન્નડ-તમિલ વિવાદ અને વિરોધ શરૂ થયો છે
HD ન્યુઝ ડેસ્કઃ પ્રખ્યાત અભિનેતા Kamal Haasan ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં ઘેરાયેલા છે. કર્ણાટકમાં અભિનેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજ્ય સંચાલિત પ્રોકન્નડ સંગઠન કર્ણાટક રક્ષણા વેદિકે બુધવારે અભિનેતા વિરુદ્ધ બેંગલુરુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સંગઠનનો આરોપ છે કે કમલ હાસનની કન્નડ ભાષા પરની ટિપ્પણી કન્નડવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
કમલ હાસને શું કહ્યું?
રવિવારે બેંગલુરુમાં એક પ્રમોશનલ કાર્યક્રમમાં કમલ હાસને તેમની આગામી ફિલ્મ ‘Thug Life’ના ઓડિયો લોન્ચ દરમિયાન કહ્યું હતું કે અભિનેતા શિવરાજકુમાર મારા પરિવાર જેવા છે, જે બીજા રાજ્યમાં રહે છે. તેથી જ તે આજે અહીં છે. તમારી ભાષા (કન્નડ) તમિલમાંથી જન્મી છે, તેથી તમે પણ એક જ પરિવારનો ભાગ છો.” તેમની કન્નડ ભાષા તમિલની વંશજ છે, ટિપ્પણીથી રાજ્યવ્યાપી કન્નડ-તમિલ વિવાદ અને વિરોધ શરૂ થયો છે.

કન્નડ સંગઠનોનો વિરોધ
કમલ હાસનના નિવેદનનો કન્નડ સંગઠનોએ વિરોધ કર્યો છે. કમલ હાસનના આ નિવેદન બાદ કર્ણાટક રક્ષણા વેદિકેના પ્રમુખ પ્રવીણ શેટ્ટીએ આરટી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને અભિનેતા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સંગઠને આરોપ લગાવ્યો હતો કે આવા નિવેદનો માત્ર કન્નડ સમુદાયના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે એટલું જ નહીં પરંતુ તમિલ અને કન્નડ લોકો વચ્ચે નફરત પેદા કરવાનું પણ કામ કરે છે.
ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ નવી તમિલ ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે કન્નડ સ્વાભિમાનને ઠેસ પહોંચાડે તેવા નિવેદનો આપવામાં આવે છે. આ એક એવો ટ્રેન્ડ બની ગયો છે જે સાંપ્રદાયિક સૌહાર્દને બગાડે છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમને ફરિયાદ મળી છે, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. કાનૂની સલાહ લેવામાં આવી રહી છે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો
કર્ણાટકના અનેક શહેરોમાં કમલ હાસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા, જેમાં બેંગલુરુ, બેલગાવી, મૈસુર અને હુબલીનો સમાવેશ થાય છે. વિરોધીઓએ તેમના પોસ્ટરો સળગાવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક કાર્યકરોએ ધમકી આપી છે કે જો અભિનેતા માફી નહીં માંગે તો કર્ણાટકમાં ફિલ્મ ‘ઠગ લાઈફ’ની રિલીઝ અટકાવવામાં આવશે.
આ પણ વાંચોઃ કસાબ વાળા સેલમાં રખાયો, ન્યૂઝપેપર પર સૂતો, સૂરજ પંચોલીએ જેલના દિવસોને યાદ કર્યા!












