ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PM નરેન્દ્ર મોદીને નોર્વેનું સર્વોચ્ચ સન્માન: ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ’ એનાયત

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના ભાગરૂપે નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા છે, જ્યાં સોમવારે તેમને નોર્વેના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ’ (Grand Cross of the Royal Norwegian Order of Merit) થી નવાજવામાં આવ્યા છે. આ ‘ગ્રાન્ડ ક્રોસ’ એ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટનું સર્વોચ્ચ સ્તર છે. વડાપ્રધાન મોદીના નામે હવે એક નવો રેકોર્ડ નોંધાયો છે, કારણ કે આ તેમને મળેલો ૩૨મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે.

એરપોર્ટ પર નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે અને પીએમ મોદી મંગળવારે ત્રીજી ઇન્ડિયા-નોર્ડિક સમિટ (India-Nordic Summit) માં ભાગ લેશે. આ પ્રવાસના અંતિમ ચરણમાં તેઓ ઇટાલી જવા રવાના થશે.

સ્વીડનમાં પણ મળ્યું હતું સર્વોચ્ચ સન્માન: સંબંધો બન્યા વ્યૂહાત્મક

નોર્વે પહોંચતા પહેલા પીએમ મોદી સ્વીડનની બે દિવસીય મુલાકાતે હતા. રવિવારે તેમને સ્વીડનના પ્રતિષ્ઠિત સન્માન ‘રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર, ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ’ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહત્વના કરાર: સ્વીડિશ પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથેની બેઠકમાં બંને દેશોના સંબંધોને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ નો દરજ્જો અપાયો હતો.

ભવિષ્યના લક્ષ્યાંકો: ભારત અને સ્વીડન વચ્ચે ‘જોઇન્ટ ઇનોવેશન પાર્ટનરશિપ ૨.૦’ અને ‘ટેકનોલોજી એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોરિડોર’ ની શરૂઆત કરાઈ છે. સાથે જ આગામી ૫ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો નિર્ણય લેવાયો છે.

નેધરલેન્ડ સાથે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થયા

આ પ્રવાસની શરૂઆતમાં પીએમ મોદીએ નેધરલેન્ડની મુલાકાત લીધી હતી, જ્યાં ડચ વડાપ્રધાન જેટન (Jetten) સાથે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર કરાયા હતા. નેધરલેન્ડ યુરોપમાં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે, જેની સાથે વર્ષ ૨૦૨૪-૨૫ માં દ્વિપક્ષીય વેપાર ૨૭.૮ બિલિયન યુએસ ડોલર રહ્યો છે. આ ઉપરાંત, ૫૫.૬ બિલિયન ડોલરના રોકાણ સાથે નેધરલેન્ડ ભારતમાં ચોથું સૌથી મોટું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટર (FDI) છે. પીએમ મોદીએ બંને દેશોના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મધરાતે ગમખ્વાર અકસ્માત: ડિવાઈડર કૂદી ઝાડ સાથે અથડાતા કારના ફૂરચા ઉડ્યા, ત્રણ યુવકો ઈજાગ્રસ્ત

આ પણ વાંચોઃ Video: કોંગ્રેસની સરકાર બનતા જ કેરળના CMના કાફલામાં VIP નંબર વાળી ગાડીઓ ક્યાંથી આવી?

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button