ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ખરાબ હવામાનના કારણે PM મોદી વડોદરાથી રોડ માર્ગે કેવડિયા પહોંચ્યા

નર્મદા 30 ઓક્ટોબર 2025: કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે. વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે. બીજી તરફ SOU વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ બે દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઉભું થયું છે.

PM મોદી ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે કેવડિયા જવા રવાના

કેવડિયા અને આસપાસના વિસ્તારમાં પ્રવર્તતા ખરાબ હવામાન અને વરસાદી માહોલને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટ પર ઉતરાણ બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવાના હતા, પરંતુ હવામાનની પ્રતિકૂળતાને લીધે હવે વડાપ્રધાન બાય રોડ કેવડિયા જવા માટે રવાના થયા છે.

વડોદરા એરપોર્ટ પરથી વડાપ્રધાનનો કાફલો નીકળ્યો તે પૂર્વે જ સુરક્ષાના ભાગરૂપે માર્ગના બંને તરફના રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ માર્ગે કેવડિયા પહોંચ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ પર આગમન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વડોદરાના મેયર અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર ટૂંકું રોકાણ કર્યા બાદ, અહીંથી સીધા એકતા નગર (કેવડિયા) જવા રવાના થશે, જ્યાં તેઓ આજે સાંજે ₹1220 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

આ પણ વાંચો: મહિસાગરમાં ગંભીર અકસ્માત નાશામાં ધુત કાર ચાલકે બાઈક ચાલકને 2 KM સુધી ઘસડ્યો જૂઓ વીડિયો

Back to top button