વૈશ્વિક સંકટ પર રાજનીતિ કરી રહી છે કોંગ્રેસ, આપણે આત્મનિર્ભર બની રહ્યા છીએ… મિડલ ઈસ્ટ પર PM મોદી ચિંતિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કેરળના કોચીમાં ઓલ કેરળ ધીવરા સભાની સુવર્ણ જયંતિ સંમેલનને સંબોધિત કરી. આ દરમિયાન, પીએમ મોદીએ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, “ગલ્ફમાં જે થઈ રહ્યું છે તે જોઈને આપ સૌનું ચિંતિત થવુ સ્વાભાવિક છે. આપણા લાખો ભાઈ-બહેનો ત્યાં કામ કરે છે. આજે, દેશમાં ભાજપ-NDAની સરકાર છે. ભારત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે પ્રયત્નશીલ છે. બધા મિત્ર દેશોની સરકારો આપણા લોકોનું ધ્યાન રાખી રહી છે. હું તેમનો આભારી છું.”
ભાષણ દરમિયાન તેમણે કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો. PMએ કહ્યું કે કોંગ્રેસ આટલા મોટા વૈશ્વિક સંકટમાં રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ જાણી જોઈને ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહી છે. પીએમએ કહ્યું કે આજનું ભારત તેના નાગરિકોને મુશ્કેલીમાં છોડતું નથી. અમારો પ્રયાસ યુદ્ધમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકો સાથે મળીને મોદીને ગાળો આપી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં તેમને ગાળો આપવાની રીલ બનાવવાનું શરૂ કરી શકે છે.
આ દરમિયાન, તેમણે પ્રાદેશિક પક્ષો LDF અને UDF પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે બંનેના નામ અલગ છે પરંતુ કારનામા એક જેવા જ છે. બંને ભ્રષ્ટાચાર અને ગુનામાં ભાગીદાર છે. ઉપરાંત, તેઓ વિકાસને રોકવામાં પણ ભાગીદાર છે.
આ દરમિયાન, તેમણે માછીમાર સમુદાયની ભૂમિકા અને યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે આ સમુદાય દેશના અર્થતંત્રને આગળ વધારવામાં નોંધપાત્ર શક્તિ ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓલ કેરળ ધીવરા સભા બુધવારે તેની 50મી વર્ષગાંઠ ઉજવી રહી છે અને છેલ્લા પાંચ દાયકાથી માછીમાર સમુદાયના અધિકારોનું રક્ષણ કરવા માટે અથાક મહેનત કરી રહી છે. તેમણે આ પ્રસંગે કેરળના તમામ માછીમારો અને સભાના સભ્યોને અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, આજે તેમના વચ્ચે ઊભા રહીને સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે.
1999ના વિનાશક પૂરનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે માછીમાર સમુદાયે તે સમયે હિંમત અને સેવાની ભાવના દર્શાવી હતી. સંકટના સમયે ફસાયેલા પરિવારોને બચાવવા માટે સમુદાયના લોકોએ તેમની નાવોને જોખમમાં મુકીને લોકોની મદદ કરી હતી, જે દેશ ક્યારેય ભૂલી નહીં શકે.
મત્સ્ય સંપદા યોજના હેઠળ કેરળને 1400 કરોડ
પ્રધાનમંત્રીએ કહ્યું કે માછીમાર સમુદાયની મહેનત અને ક્ષમતાઓ દેશના અર્થતંત્રને નવી ગતિ આપવાની શક્તિ ધરાવે છે. તેમણે આરોપ લગાવ્યો કે, દાયકાઓ સુધી આ સમુદાયની અનદેખી કરવામાં આવી હતી, પરંતુ હવે ભાજપ-NDA સરકાર તેની અપાર ક્ષમતાને ઓળખી રહી છે.
#WATCH | Kochi, Kerala | Prime Minister Narendra Modi says, “Work is underway at many levels to strengthen the fisherman community. Fisherman Cooperative Societies and Fishery Farmer Producer Organizations are being provided with funds worth lakhs of crores of rupees. We also… pic.twitter.com/4xcHybaJls
— ANI (@ANI) March 11, 2026
તેમણે જણાવ્યું કે સરકાર બ્લૂ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે માછીમાર સમુદાયને સશક્ત બનાવવા માટે કામ કરી રહી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કેરળને આશરે ₹1,400 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેણે રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગને ઝડપથી વેગ આપ્યો છે.
કેરલમને ભાજપની NDA સરકારે મંજૂરી આપી
PM મોદીએ કહ્યું, “આજે, જ્યારે હું તમારી વચ્ચે ઉભો છું, ત્યારે સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છે. મારા મલયાલી ભાઈઓ અને બહેનોની લાંબા સમયની રાહ પૂરી થઈ ગઈ છે. તમે બધા વર્ષોથી માંગ કરી રહ્યા હતા કે કેરળનું નામ બદલીને કેરલમ કરવામાં આવે. કેન્દ્રમાં અમારી ભાજપની આગેવાની હેઠળની NDA સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. હું આપ સૌના ચહેરાઓ પર ખુશી જોઈ શકું છું.” પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે, અખિલ કેરળ ધીવર સભાની 50મી વર્ષગાંઠ, આપણને તેની મહાન સિદ્ધિઓને યાદ કરવાની તક આપે છે. તમે આગળ વધ્યા છો અને રાષ્ટ્રીય ચેતનાના દરેક મુદ્દાની જવાબદારી લીધી છે. તમે સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો
કેરળમાં કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
કેરળના એર્નાકુલમમાં, પ્રધાનમંત્રીએ આશરે ₹10,800 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે કોચી રિફાઇનરીમાં એક નવા યુનિટનો શિલાન્યાસ કર્યો, જે પ્લાસ્ટિક અને તબીબી ઉપકરણોના ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડશે અને આયાત પર નિર્ભરતા ઘટાડશે. તેમણે મુંબઈ-કન્યાકુમારી કોરિડોર હેઠળ નવા રસ્તાઓ અને કોઝિકોડ બાયપાસનું પણ ઉદ્ઘાટન કર્યું, જેનાથી કલાકોની મુસાફરી મિનિટોમાં ઘટી ગઈ. પ્રધાનમંત્રીએ અહીં ગ્રામિણ રસ્તાઓ, આધુનિક રેલવે સ્ટેશનો અને કોલ્લમમાં પાણી પર તરતા મોટા સોલાર એનર્જી પ્લાન્ટનુ પણ ઉદ્ઘાટન કર્યું.
આ પણ વાંચો: LPG Crisis: ‘PM મોદીની સૌથી મોટી ભૂલ એ છે કે…’, 1 કરોડ લોકો બેરોજગાર બન્યા હોવાનો કેજરીવાલનો દાવો












