ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવર્લ્ડવિશેષ

ભારતીય ભૂમિને પ્રદૂષિત કરનાર વનસ્પતિઓ – 3: વિદેશી બાવળ-Australian acacia

બાવળ પ્રજાતિના ઝાડ અને છોડ સદા લીલા રહેવાનો સ્વભાવ ધરાવે છે. તેમના પાંદડા અને પુષ્પો ધ્યાન ખેંચે તેવા છે. પુષ્પો પીળા અથવા સફેદ સુગંધિત, નાના ગોળા જેવા દેખાતા, એકલા અથવા ગુચ્છામાં થાય છે.  ફળ શીંગના રૂપમાં થાય છે. બી નાના, ચપટા, કાળા, અને કેસરી રંગની પાતળી, નાનકડી દોરી વડે શીંગને વળગેલા રહે છે. એક કિલોમાં 47,000 બીજ આવે. આપ કલ્પના કરી શકશો કે એક ઝાડ એક સિઝનમાં કેટલા બધા બી આપે અને આ આક્રમક પ્રજાતિ હોય પોતાની વસ્તી કેટલી ઝડપથી વધારવાની તાકાત ધરાવે છે. સામે આપણો પોતાનો ગુણીયલ દેશી બાવળ એટલો આક્રમક નથી. તેના અંગે અંગમાં ઔષધીય ગુણો રહેલા છે.

પણ 1980 ના દશકથી ભારતીય પ્રજાતિ ઘટવા લાગી અને નવ્ય વિવિધ પ્રકારના બાવળો સર્વત્ર વધતા ક્રમમાં જોવા મળે છે.

આપણે ત્યાં કહેવાય છે, ‘બાવળ વાવો, તો કાંટા મળે’ છતાં આજે જ્યાં ત્યાં બાવળીયા વાવેલા જોવા મળે છે. બાવળમાં ‘સુંદરતા’ અને ભારતીયો ખોળે છે.

વિદેશી બાવળની વિશ્વભરમાં 1000 પ્રજાતિઓ છે. તેમના મૂળ વતન ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં ગરમ,  લુખ્ખા હવામાનવાળા, ઓછા વરસાદવાળા વાતાવરણમાં; પાણી ન પકડી રાખી શકનારી જમીન, બિન ઉપજાઉ જમીન, રેતાળ પ્રદેશ, રણ પ્રદેશો જેવા કે ટેકસાસ, એરીજોના, કેલીફોર્મિયા.

ભારતીય ભૂમિને પ્રદૂષિત - HDNews

Australian acacia

Latin name: Acacia auriculiformis

Genus:Acacia

English name: Wattles, Ear-leaf acacia, Northern black wattle

Family: Fabaceae

Sub-family: Mimosoideae

ગુજરાતી નામ: વિદેશી બાવળ, ઓસ્ટ્રેલિયાએ બાવળ

મૂળ ભારતીય બાવળને આપણે દેશી બાવળ કહીએ છીએ.

આપને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે નીલગીરીના વન અને બીજા નંબરે આ એકેશિયા ઓરીક્યુલેરીસના વન જોવા મળશે.

વિદેશી બાવળ જ્યાં ઉગ્યો હોય, ત્યાં કીડીનું દર હોય. તે કીડી વિદેશી બાવળના કાંટામાં રહેલા પોલાણમાં રહે અને તાજો પુષ્પરસ જમે. એટલે જ્યાં વિદેશી બાવળ ઉગ્યો હોય, તે જમીન જો ફળદ્રુપ હોય, તો ક્રમશઃ બિનફળદ્રુપતા તરફ જાય અને તે વિદેશી બાવળની આજુબાજુ બીજું ઝાડ ઉગી ન શકે.

વિદેશી બાવળ ખૂબ ઝડપથી ઊગીને મોટા થાય છે – એક વર્ષમાં 30 ફૂટ ઊંચા થાય છે. તેમના કાંટા મોટા હોય છે. તેમના પાનના મૂળમાં ડાળી ચપટી અને પહોળી હોય છે. તેઓ વિવિધ ઊંચાઈના – 3 ફૂટ થી 30 મીટર સુધી ઊંચા થાય છે. તેમનું વધારેમાં વધારે આયુષ્ય 30 વર્ષનું હોય છે. વિદેશી બાવળના  લાકડા વજનદાર જરૂર છે પણ ટકાઉ નથી.

એટલે જ્યારે 1980 ના દશકમાં આપણા વન વિભાગે વિદેશી બાવળ ઉગાડવાની જુંબેશ  ઉપાડી હતી, ત્યારે ખેડૂતો અને મહિલાઓ કહેતા કે તેનો કોલસા પાડવા સિવાય કોઈ ઉપયોગ નથી. પણ એ ઝુંબેશ પાછળનો મૂળ હેતુ, વધી રહેલા રણ વિસ્તારને કાબુમાં રાખવાનો હતો; કારણ કે ત્યારે નર્મદા મૈયાના આશીર્વાદ ગુજરાતને પ્રાપ્ત નહોતા. અમે તે સમયે પીવાનું પાણી કોલસાના એન્જિનવાળી આગગાડીમાંથી ભરીને પીધું છે. આપ સહુ ખરેખર નસીબદાર છો કે એ દિવસો જોયા નથી, તેમના વિશે સાંભળ્યું પણ નથી.

બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે આપણે આપણા વિચારો, વર્તન, ગમા અણગમા પણ બદલવા પડે.

આજે જ્યારે ગુજરાત પાસે પાણી છે, મેઘ મહેર છે, ત્યારે ચોમાસા દરમિયાન આખું વર્ષ ચાલે એવો પાણીનો સંગ્રહ કરીએ અને એવા વૃક્ષો વાવીએ કે જે દીર્ઘાયુ હોય, અંગે અંગમાં ઔષધીય ગુણો હોય, જેઓ પોતાના તળમાં પાણી સંગ્રહિત કરે અને પાણી ન હોય, તો પાણીને લાવે – જેમકે ગુરુદેવ દત્તનો પ્રિય ઉમરડો, જગત નિયતા જગત પાલક શ્રી હરિ વિષ્ણુને પ્રિય પીપળો, ત્રિદેવ જેમાં વસે છે તે વડ – જેને આપણે વહાલથી વડદાદા કહીએ છીએ. એમની નમેલી  ડાળીઓ ઉપર અને વડવાઈઓ ઉપર વિશ્વાસપૂર્વક  હીચીએ  છીએ. (સંકલનકર્તા: પ્રો વૈદ્ય પારુલ જોષી)

આ પણ વાંચોઃ ભારતીય ભૂમિને પ્રદૂષિત કરનાર વનસ્પતિઓ – 2: ચોકલેટનું વૃક્ષ અર્થાત થીઓબ્રોમા કાકાઓ

આ પણ વાંચોઃ ભારતીય ભૂમિને પ્રદૂષિત કરનાર વનસ્પતિઓ-1: કોનોકાર્પસથી સાવધાન

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button