ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

દિશા પટાણીના ઘરે ફાયરિંગની ઘટનામાં બે ફરાર આરોપીઓની તસવીર જાહેર, પોલીસે 1 લાખનું જાહેર કર્યું ઈનામ

  • બરેલીમાં દિશા પટણીના ઘરે 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
  • ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસ એન્કાઉન્ટરમાં સામેલ બે શંકાસ્પદો માર્યા ગયા
  • દિલ્હી પોલીસે હવે બે અન્ય ફરાર શૂટરો, નકુલ અને વિજયના ફોટા જાહેર કર્યા
  • ‘મારા અને મારા પરિવાર વતી, હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માનું છું.’

અભિનેત્રી દિશા પટણીના ઘરે ગોળીબારના કેસમાં પોલીસ કાર્યવાહી શરૂ કરી દીધી છે. 12 સપ્ટેમ્બરના રોજ ગોલ્ડી બ્રાર ગેંગ સાથે સંકળાયેલા ગુનેગારોએ બરેલીમાં દિશા પટણીના ઘરે 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસ એન્કાઉન્ટરમાં સામેલ બે શંકાસ્પદો માર્યા ગયા હતા. દિલ્હી પોલીસે હવે બે અન્ય ફરાર શૂટરો, નકુલ અને વિજયના ફોટા જાહેર કર્યા છે.

બરેલી પોલીસે દિશા પટણીના ઘરે ગોળીબાર કરનારા ફરાર શૂટરો માટે ₹1 લાખનું ઈનામ જાહેર કર્યું છે. બે ફરાર શૂટરોની ઓળખ નકુલ અને વિજય તરીકે થઈ છે. બંને 9 સપ્ટેમ્બરના રોજ બરેલીના પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પોલીસ તેમની શોધ ચાલુ કરી દીધી છે.

ગોળીબાર કરનારાઓને કેવી રીતે શોધી કાઢવામાં આવ્યા?

પોલીસે આરોપીઓની ઓળખ માટે 2,000થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં હતાં. દિશા પટણીના ઘરે ગોળીબાર દરમિયાન એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અરુણ અને રવિન્દ્ર અપાચે બાઈક ચલાવતો હતો જ્યારે ફરાર નકુલ અને વિજય સ્પ્લેન્ડર બાઇક ચલાવતો જોવા મળ્યો હતો. ગોલ્ડી બ્રાર ગેંગના પાંચ શૂટર્સ ગોળીબારના આયોજનમાં સામેલ હોવાનું માનવામાં આવે છે. આ શૂટર્સમાંથી એક ખરાબ તબિયતને કારણે પરત ફર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, શૂટર્સ 6 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ કે ચાર વખત બરેલી ગયા હતા. છેલ્લી તપાસ 11 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી ત્યારબાદ 12 સપ્ટેમ્બરે દિશા પટણીના ઘરે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

દિશા પટણીના પિતાએ શું કહ્યું?

દિશા પટણીના પિતાએ સમગ્ર ઘટના અંગે નિવેદન આપ્યું છે. નિવૃત્ત CO જગદીશ પટાણીએ કહ્યું, “મારા અને મારા પરિવાર વતી, હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માનું છું. જેમ તેમણે મને ખાતરી આપી હતી, તેમણે ગુનેગારોને શોધી કાઢ્યા અને કડક કાર્યવાહી કરી. મેં આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી અને તેમનો આભાર માન્યો, કારણ કે તેમના માર્ગદર્શન હેઠળ ઉત્તર પ્રદેશ સરકાર અને ઉત્તર પ્રદેશ પોલીસ ભયમુક્ત સમાજના વિઝનને સંપૂર્ણપણે સાકાર કરી રહી છે.”

Back to top button