પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર

ભારતમાં આજે પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ જાહેર થયા છે. જો કે, ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ભાવ આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે નક્કી કરવામાં આવતા હોય છે. જોકે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં અપ ડાઉન જોવા મળી રહ્યું છે.
રશિયાના નોવોરોસિયસ્ક સ્થિત કાળા સમુદ્ર બંદર પર પ્રવૃત્તિ ફરી શરૂ થવાના સંકેતો મળતાં સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. આ એ જ બંદર છે જેને ગયા અઠવાડિયે યુક્રેનિયન આક્રમણ દરમિયાન નુકસાન થયું હતું અને કામચલાઉ ધોરણે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. રવિવારે બે ટેન્કરો બંદર પર રોકાયા હતા, જે દર્શાવે છે કે ટર્મિનલ પર કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. રોઇટર્સના અહેવાલ મુજબ ક્રૂડ ઓઇલ લોડિંગ પણ ફરી શરૂ થઈ ગયું છે.બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ 58 સેન્ટ અથવા 0.9% ઘટીને USD 63.81 પ્રતિ બેરલ થયા. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઇલ 59 સેન્ટ અથવા 1.0% ઘટીને USD 59.50 પ્રતિ બેરલ થયા.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.












