
National News : 90 વર્ષની સાસૂના વજનથી એક મહિલા આગળ તરફ જૂકી ગઈ, આ આકરા તાપમાં જંગલના રસ્તે, પથરાર વિસ્તાર અને નદી-નાલામાંથી આ મહિલા મુશ્કેલીથી આગળ વધી રહી છે. આ દ્રશ્ય જૂના વિક્રમ-વેતાલની વાર્તાઓ યાદ અપાવે છે. જેમાં એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને પોતાના ખભા પર ઉઠાવી કઠોર અને મુશ્કેલ વિસ્તારમાંથી પસાર થાય છે. પરંતુ આ કોઈ લોકકથા નથી.
આ છત્તીસગઢના એક સીમાળા વિસ્તારમાં એક માત્ર સરકારી સુવિધાઓ સુધી પહોંચવા માટે કરવામાં આવેલ સંઘર્ષની એક ઝલક છે. સરગુજા જિલ્લાના મૈનપાટ વિસ્તારમાંથી સામે આવેલ આ વાયરલ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો થઈ રહી છે. દૂરના ગ્રામીણ ભારતમાં સરકારી સુવિધાઓના વિતરણની હકીકત પર ફરી એક વાર પ્રશ્નો ઉભા થયા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જંગલી રસ્તાની મુશ્કેલ સફર
સ્થાનીક લોકો અનુસાર, સુખમનિયા બાઈ નામની આ મહિલાએ પોતાની ઉંમરલાયક સાસુને પોતાની પીઠ પર ઉઠાવી લગભગ 9 કિલોમીટરની સફર કરી, જેનાથી તેની સાસુ બેંકમાંથી પોતાનું પેન્શન લઈ શકે. આસપાસના રહેવાસીઓનું કહેવું છે કે, આ જંગલી વિસ્તારમાં ટ્રાંસપોર્ટની ખરાબ વ્યવસ્થાના કારણે ગાંમના લોકોને પાયા સુવિધાઓ સુધી પહોંચવા માટે ખરબચડા રસ્તાઓ અને નાલામાંથી પસાર થઈ પગપાળા જ લાંબી સફર નક્કી કરવી પડે છે.
What is our government doing then?
A tribal woman from Chhattisgarh's Surguja carried her
90-year-old mother-in-law on her shoulders and walked
5 km in the scorching heat to avail herself of her pension money pic.twitter.com/CXtVJjqAgL— Dr Kaalika (@DrKaalika) May 24, 2026
નીયમ અનુસાર, પેન્શનર્સે ઓળખની પુષ્ટી કરવા બેંકમાં હાજર રહેવું જરૂરી
સ્થાનિક લોકોએ આગળ જણાવ્યું કે, સુખમનિયા બાઈ મહિનાઓથી આ રીતે સફર કરી રહી છે. કારણ કે, પેન્શનના નિયમો અનુસાર, પેન્શનની રકમ આવ્યા પહેલા લાભાર્થીઓએ ફિંગરપ્રિંટ અથવા ઓળખની પુષ્ટી કરવા માટે પોતે બેંકમાં હાજર રહેવું જરૂરી છે. પરંતુ, આ વીડિયોમાં જે વાતચીત સંભળાઈ રહી છે તેને લોકોનું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું છે. આ વીડિયો બનાવી રહેલા એક વ્યક્તિઓ સ્થાનિક બોલીમાં આ મહિલાને પૂછતો જોવા મળે છે કે તે પોતાની સાસુને આટલી લાંબી મુસાફરી માટે ખભા પર કેમ લઈ જઈ રહી છે. જેના જવાબમાં મહિલાએ જણાવ્યું કે, પેન્શનની રકમ ત્યારે જ આવશે જ્યારે તે બુજુર્ગ મહિલાને તે બેંક લઈ જશે.
મુસાફરી દરમ્યાન નાની-મોટી નદીઓ અને ખરબચડા જંગલી રસ્તા પરથી પસાર થવું પડે
મહિલાએ વધુમાં જણાવ્યું કે, આ વિસ્તામાં આવવા-જવા માટે કોઈ સાધન નથી અને આ મુસાફરીમાં તેમને નાની-મોટી નદીઓ અને ખરબચડા જંગલી રસ્તા પરથી પસાર થવું પડે છે. વાતચીત દરમ્યાન તે જણાવે છે કે, તેમના પરિવારને પેન્શન રૂપે લગભગ 1500 રૂપિયા મળે છે. જે ક્યારેક કેટલાક મહિનાઓના એક સાથે આપવામાં આવે છે. મહિલાએ એમ પણ જણાવ્યું કે, પહેલા પેન્શનની રકમ સ્થાનીક સ્તર પર પહોંચાડવામાં આવતી હતી, અથવા લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચતી હતી, પરંતુ હવે આ વ્યવસ્થા કામ કરી રહી નથી. આ કારણે જ તેના જેવા પરિવારોએ આ પાયાની સરકારી સુવિધા મેળવવા માટે પણ આટલી થાક લગાડતી મુસાફરી કરવી પડે છે.
સોશિયલ મીડિયા પર લોકોની તીખી પ્રતિક્રિયા
આ વીડિયો પર સોશિયલ મીડિયા પર લોકો તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે સવાલ ઉઠાવ્યા છે કે, ડિજીટલ ઈન્ડિયા પહેલ અને સરકારી સેવાઓની ઘર-ઘર ડિલીવરીના કરવામાં આવેલ દાવાઓ છતાં દૂરના વિસ્તારોમાં રહેતા બુજુર્ગ અને પથારી પર પડેલા પેન્શનર્સે આજે પણ ઓળખની પુષ્ટી કરવા માટે આટલી લાંબી યાત્રાઓ કેમ કરવી પડે છે ?
કેટલાક દર્શકો માટે આ દ્રશ્ય આદિવાસી અને જંગલી વિસ્તારમાં સરકારી નીતિઓની જાહેર અને જમીની હકીકતની ખીણને બતાવી છે. આ વિસ્તારમાં મુશ્કેલ ભૌગોલિક બનાવટ, પાયાના ખરાબ ઢાંચા અને પ્રશાસન સુધી સીમીત પહોંચના કારણે લોકોએ પોતાના મૂળભૂત અધિકાર મેળવવા માટે પણ સતત સંઘર્ષ કરવો પડે છે.
આ પણ વાંચો : સુરતમાં રખડતા શ્વાનોનો આતંક, 3 કૂતરાઓએ માસૂમ બાળક પર કર્યો જીવલેણ હુમલો












