ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

પેટીએમના માલિક વિજયશેખરે 1800 કરોડ રૂપિયાના શેર પરત આપ્યા!

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2025: ફિનટેક કંપની વન97 કોમ્યુનિકેશન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઇઓ) વિજય શેખર વર્માએ સ્વેચ્છાએ 1800 કરોડ રૂપિયાના મૂલ્યના 2.1 કરોડ શેર જતા કર્યા છે. આ જાણકારી કંપનીએ બુધવારી જારી કરી હતી. આ શેર વન97 કોમ્યુનિકેશન્સના લિસ્ટીંગ સમયે વિજય શેખર શર્માને ઇસોપ (એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્રોગ્રામ) હેઠળ આપવામાં આવ્યા હતા. આ શેર સરેન્ડર કરતા તે વન7 એમ્પ્લોયીઝ સ્ટોક ઓપ્શન સ્કીમ 2019 હેટળ ઇસોપ પૂલમાં પાછા આવી ગયા છે.

“કંપનીના ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિજય શેખર શર્માએ 16 એપ્રિલ, 2025 ના રોજ પત્ર દ્વારા કંપનીને જાણ કરી હતી કે, તેમણે સ્વેચ્છાએ તેમને વન 97 એમ્પ્લોઇઝ સ્ટોક ઓપ્શન સ્કીમ 2019 હેઠળ આપવામાં આવેલ તમામ રૂ. 2,10,00,000 ઇસોપને છોડી દીધા છે,” એમ બીએસઇમાં કરવામાં આવેાલ એક ફાઇલીંગમાં જણાવ્યું હતુ.

Paytm શેરની કિંમત રૂ. 864.5 પ્રતિ શેરના આધારે, ઇસોપનું મૂલ્ય રૂ. 1,815.45 કરોડ છે. આના પરિણામે FY25ના ચોથા ક્વાર્ટરમાં ઇસોપ ખર્ચમાં રૂ. 492 કરોડનો એક વખતનો, બિન-રોકડ વધારો થશે. નોંધનીય છે કે શર્માનો વન97 કોમ્યુનિકેશન્સમાં 24.24 ટકા ઈક્વિટી હિસ્સો છે.

આ પણ વાંચોઃ અદાણી જૂથમાં GQG અને LICએ હિસ્સો વધાર્યો

Back to top button