ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

અદાણી જૂથમાં GQG અને LICએ હિસ્સો વધાર્યો

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2025: અદાણી ગ્રુપ પર 2024ના અંતમાં અમેરિકામાં જૂઠા આરોપો લગાવવામાં આવ્યા હોવા છતાં પણ જૂથ મજબૂતાઇ સાથે ઉભરી રહ્યુ છે. આ જૂથ સામે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સેન્ટીમેન્ટમાં સ્થિરતા ઉભરી રહી છે ત્યારે દિગ્ગજ વૈશ્વિક સ્તરના રોકાણકાર રાજીવ જૈનના નેતૃત્ત્વ હેઠળની GQGએ જ નહી પરંતુ દેશની સૌથી મોટી વીમા કંપની LICએ પણ અદાણી જૂથની 3 કંપનીઓમાં પોતાની હિસ્સેદારીમાં વધારો કર્યો છે.

જ્યારે વૈશ્વિક રોકાણકારો દુનયાના અલગ અલગ બજારોમાં અંતર વધારી રહ્યા છે ત્યારે GQG અને LICએ અદાણી જૂથની ક્ષમતાઓને ઓળખી કાઢીને પોર્ટથી લઇને સમગ્ર અદાણી પોર્ટફોલિયોમાં ફરીથી પોતાની પક્કડ મજબૂત કરી છે.

GQGએ કઈ કંપનીઓમાં તેનો હિસ્સો વધાર્યો?

માર્ચ ક્વાર્ટર દરમિયાન GQGએ અદાણી ગ્રુપની 5 કંપનીઓમાં તેનો હિસ્સો વધાર્યો છે. ત્યારે અદાણી પોર્ટ્સમાં, GQGએ સંપૂર્ણપણ યુ-ટર્ન લીધો છે. તેણે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો હિસ્સો ઘટાડ્યો હતો, પરંતુ હવે તેણે તેમાં નોંધપાત્ર વધારો કર્યો છે. GQGએ ડિસેમ્બર 2024 ક્વાર્ટરની સરખામણીમાં અદાણી ગ્રૂપની વિવિધ કંપનીઓમાં તેનો હિસ્સો લગભગ 250 બેસિસ પોઈન્ટ્સ વધાર્યો છે.

  • અદાણી પોર્ટ્સ: ડિસેમ્બર ક્વાર્ટરમાં 1.46% થી 247 બેસિસ પોઈન્ટ્સનો હિસ્સો વધારીને 3.93% કર્યો
  • અદાણી ગ્રીન એનર્જીઃ હિસ્સો 28 બેસિસ પોઈન્ટ વધીને 4.49% થયો.
  • અદાણી એનર્જી સોલ્યુશન્સ: આ કંપનીમાં GQGનો હિસ્સો 13 બેસિસ પોઈન્ટ વધીને 5.23% થયો છે
  • અદાણી એન્ટરપ્રાઈઝ: આ ફ્લેગશિપ કંપનીમાં GQGનો હિસ્સો 17 બેસિસ પોઈન્ટ વધીને 3.84% થયો છે.
  • અદાણી પાવરઃ તેનો હિસ્સો પણ નજીવો વધીને 5.1% થયો છે.

LIC એ કઈ કંપનીઓમાં તેનો હિસ્સો વધાર્યો?

  • અદાણી પોર્ટ્સ: ડિસેમ્બર ક્વાર્ટરમાં હિસ્સો 7.86% થી વધારીને 8.10% કર્યો
  • અદાણી એન્ટરપ્રાઈઝ: LICનો હિસ્સો 4.02% થી વધીને 4.16% થયો
  • અંબુજા સિમેન્ટઃ આમાં LICનો હિસ્સો 5.07% થી વધીને 5.55% થયો છે
  • ACC: આ કંપનીમાં LICનો હિસ્સો 6.57%થી વધીને 7.69% થયો છે.

અનિશ્ચિતતા વચ્ચે ભરોસો દર્શાવ્યો

આ રોકાણ એવા સમયે વધ્યું છે જ્યારે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે અદાણીના શેર પહેલેથી જ દબાણ હેઠળ હતા. ટ્રમ્પની આર્થિક નીતિઓની અસર ઊભરતાં બજારોની ધારણા પર પડી હતી. પરંતુ તેમ છતાં, GQG અને LICનું આ પગલું દર્શાવે છે કે રોકાણકારોને અદાણી જૂથમાં લાંબા ગાળાનો વિશ્વાસ છે.

GQGનું વધતું રોકાણ સ્પષ્ટપણે દર્શાવે છે કે અદાણી ગ્રૂપ પર કાનૂની અને બિઝનેસનું દબાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. વળી, વૈશ્વિક રોકાણકારો ફરી મોટી ભારતીય કંપનીઓમાં તકો જોઈ રહ્યા છે. રાજીવ જૈનનું GQG ભૂતકાળમાં પણ અદાણી ગ્રૂપનું મોટું સમર્થક રહ્યું છે અને હવે ફરીથી વધેલા હિસ્સા સાથે તે તેના વિશ્વાસને વધુ મજબૂત કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ ખુશખબરઃ હવે જૂના ઘરને બદલે રિડેવલપમેન્ટમાં ઘર લેશો નહી આપવો પડે કોઇ ટેક્સ

Back to top button