Paytmનું નવું ફીચર લોન્ચ, હવે બાળકો બેંક એકાઉન્ટ વગર પણ કરી શકશે UPI પેમેન્ટ

Paytm launches new feature : ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytm એ પોતાના યુઝર્સ માટે એક નવું અને ઉપયોગી ‘Pocket Money’ ફીચર લોન્ચ કર્યું છે. ખાસ કરીને ટીનએજર્સ અને બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ ફીચર દ્વારા હવે બાળકો બેંક એકાઉન્ટ વગર પણ સરળતાથી UPI પેમેન્ટ કરી શકશે. 18 મેના રોજ લોન્ચ થયેલા આ ફીચરથી માતા-પિતાને બાળકોના ખર્ચ પર નિયંત્રણ રાખવામાં પણ મદદ મળશે.
બેંક એકાઉન્ટ વગર થશે ઓનલાઇન પેમેન્ટ
નવી સુવિધા અંતર્ગત માતા-પિતા બાળકોને પોકેટ મની ડિજિટલ રીતે ટ્રાન્સફર કરી શકશે. બાળકો Paytm UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકશે, જોકે આ માટે અલગ બેંક એકાઉન્ટની જરૂર નહીં પડે. સાથે જ પેરેન્ટ્સ બાળકોના ખર્ચની મર્યાદા નક્કી કરી શકશે અને દરેક ટ્રાન્ઝેક્શન પર નજર રાખી શકશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શું મળશે ખાસ ફાયદા?
Paytm Pocket Money ફીચરમાં માતા-પિતાને ઘણા કંટ્રોલ ઓપ્શન આપવામાં આવ્યા છે. તેઓ બાળકોના માસિક ખર્ચની લિમિટ નક્કી કરી શકશે, જરૂર પડે ત્યારે લિમિટ બદલી શકશે અથવા સેવા બંધ પણ કરી શકશે. ઉપરાંત, બાળકો દ્વારા કરાયેલા દરેક પેમેન્ટની સમરી પણ જોઈ શકાશે. ડિવાઇસ લોક જેવી સુરક્ષા સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
ખર્ચ માટે નક્કી કરાઈ મર્યાદા
Paytm દ્વારા આ ફીચરમાં ખર્ચ માટે ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ટીનએજર્સ મહિને વધુમાં વધુ ₹15,000 સુધી ખર્ચ કરી શકશે, જ્યારે એક વખતમાં ₹5,000 સુધીનું જ પેમેન્ટ કરી શકશે. ફીચર એક્ટિવ થયા બાદ પ્રથમ 30 મિનિટ દરમિયાન માત્ર ₹500 સુધીનો ખર્ચ શક્ય રહેશે. પ્રથમ 24 કલાકમાં કુલ ₹5,000 સુધી ખર્ચ કરી શકાશે.
Pocket Money ફીચર કેવી રીતે શરૂ કરવું?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ Paytm એપને અપડેટ કરવી પડશે. ત્યારબાદ એપમાં જઈ ‘To Mobile/Contact’ વિકલ્પ પસંદ કરીને ‘Pocket Money’ પર ટેપ કરવું પડશે. પછી જે વ્યક્તિ માટે ફીચર શરૂ કરવું હોય તેનો મોબાઈલ નંબર દાખલ કરવો, UPI ID અથવા QR કોડ સ્કેન કરવો અને જરૂરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે. અંતે બેંક એકાઉન્ટ પસંદ કરીને Paytm UPI PIN દાખલ કરવો અને માસિક ખર્ચ મર્યાદા સેટ કરવી પડશે.
આ પણ વાંચો: પાસપોર્ટની જાણકારી ફરજિયાત આપવી પડશે: પાડોશી દેશોને ભારતીય નાગરિકતા લેવા માટેના નિયમ બદલાયા












