અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છતાં હેરિટેજ મુદ્દે હેરિટેજ વિભાગ કે ટ્રસ્ટ ગંભીર નથી, AMC દ્વારા રિવરફ્રન્ટ જનમાર્ગ અને મેટ જેવી મરજિયાત સેવાઓ પાછળ વધુ ખર્ચ કરાતો હોવાનો આક્ષેપ કરાયો છે. SVP હોસ્પિટલમાં સારવાર આપવામાં ૧૦-૧૦ કલાક રાહ જોવી પડે છે અને દર્દીઓને ધક્કા ખવડાવવા મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપબાજી કરી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં ફરસાણ અને ઠંડા પીણાના વેપારીઓમાં ફફડાટ, ફૂડ શાખાએ દરોડા પાડ્યા
હેરિટેજ ઈમારતને ગ્રેડ આપીને સિક્કા મારવામાં આવે છે
AMC બોર્ડમાં નીરવ બક્ષીએ જણાવ્યું કે, શહેર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. પરંતુ હેરિટેજ ઈમારતોની જાળવણી માટે હેરિટેજ વિભાગ કે ટ્રસ્ટ ગંભીર નથી. હેરિટેજ ઈમારતને ગ્રેડ આપીને સિક્કા મારવામાં આવે છે, પરંતુ તેને રીપેર કરવા માટે એસ્ટેટ વિભાગના અભિપ્રાય માંગવાના નામે રીપેરિંગ કામગીરી ટલ્લે ચડાવાય છે. આ હેતુસર પોલિસી ઘડવા માગણી કરી છે.
આ પણ વાંચો: સુરત: અમરનાથ યાત્રાળુઓને આ જગ્યાથી ફિટનેસ સર્ટિ. મળશે
મેયરે નાણાંખાતાને સૂચના આપવામાં આવશે તેવી ખાતરી આપી
ઇકબાલ શેખે જણાવ્યું કે, બજેટસત્રમાં GPMC એક્ટની કઇ કલમ કે જોગવાઇ હેઠળ મ્યુનિ.નાં નાણાં રિવરફ્રન્ટ, જનમાર્ગ અને મેટ જેવી સંસ્થાઓને આપવામાં આવે છે તેવો સવાલ પ્રજાહિતમાં નાણાં આપવામાં આવ્યા છે તેવો ગોળગોળ જવાબ આપવામાં આવ્યો છે. જે યોગ્ય નથી. ખરેખર તો કયા નિયમ કે કઇ કલમ હેઠળ નાણાં અપાયા તે જણાવાયુ નથી. આથી મેયરે નાણાંખાતાને સૂચના આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
આ પણ વાંચો: ગુજરાત: ધોરણ-10 તથા 12 બોર્ડના પરિક્ષાર્થીને મળશે “અનોખો પત્ર”
ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે આક્ષેપબાજી
મ્યુનિ. તંત્ર ઉપર રૂ. ૯૮૩ કરોડનુ દેવુ છે તેમ છતાં કંપની ટાઇપની સંસ્થાઓને કેમ લોન-ગ્રાન્ટ આપવામાં આવે છે તે મોટો સવાલ છે. આ ત્રણ સંસ્થાઓની મરજીયાત સેવાઓ પાછળ ફાળવેલા નાણાં વ્યાજ સહિત તાકીદે પરત લઇ ભારણ રદ કરવું જોઇએ. SVPમાં દર્દીને યોગ્ય પ્રકારે સારવાર નથી અને દર્દીને ૧૦-૧૦ કલાક માટે સારવાર માટે રાહ જોવી પડતી હોવાના આક્ષેપ મુદ્દે BJPના મહિલા કોર્પોરેટર, હોસ્પિટલ કમિટી વગેરે બચાવ માટે દલીલ કરવાને પગલે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે આક્ષેપબાજી થઈ હતી.












