ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘કોઈ નેતા 2 કરોડમાં વેચાઈ રહ્યો છે, તો કોઈ 5 કરોડમાં…’ રાજ્યસભાની ચૂંટણી વચ્ચે પપ્પુ યાદવે ઉઠાવ્યા સવાલ

Rajya Sabha Elections: બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ ફરી એકવાર તેમના બેબાક અંદાજમાં સામે આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણીથી લઈને મોતીહારીની દીકરીને ન્યાય અપાવવા સુધી, પપ્પુ યાદવે સિસ્ટમ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે નેતાઓની તુલના વેચાતા પશુઓ સાથે કરી અને ચૂંટણી આયોગની નિષ્પક્ષતા પર પણ સવાલ ઉઠાવ્યા.

કોઈ નેતા 2 કરોડમાં વેચાઈ રહ્યો છે, તો કોઈ 5 કરોડમાં…

રાજ્યસભાની પાંચ બેઠકો માટેની ચૂંટણીને લઇને પપ્પુ યાદવ ખૂબ ભાવુક અને ગુસ્સે દેખાયા. તેમણે ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લગાવતા કહ્યું કે રાજકારણમાં ‘પૈસાના પ્રાણીઓ’ પ્રબળ બની ગયા છે. તેમણે કહ્યું, “રાજ્યસભા અને વિધાનપરીષદની ચૂંટણીઓમાં જનપ્રતિનિધિઓ કૂતરા અને બિલાડાની જેમ વેચાઈ રહ્યા છે. કોઈ 2 કરોડમાં વેચાઈ રહ્યો છે, તો કોઈ 5 કરોડમાં… શું જનતાએ તેમને તેમની પ્રામાણિકતા અને ચારિત્ર્ય વેચવા માટે ચૂંટ્યા છે? જ્યાં ખરીદનાર અને વેચનાર બંનેનું ચરિત્ર એક જેવુ હોય, ત્યાં જનતાના કલ્યાણની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?

BJP ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યું છે EC

એટલું જ નહીં, પપ્પુ યાદવે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ ભાજપે લખેલી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યું છે અને મમતા દીદીને હેરાન કરવા માટે રાતોરાત ગૃહ સચિવને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે પાંચેય વિધાનસભા બેઠકો પર ઓલ ઈન્ડિયા એલાયન્સની જીત થશે.

દીકરીઓની સુરક્ષા કોણ કરશે?

મોતીહારીની ઘટનાનો ઉલ્લેખ કરતા, પપ્પુ યાદવે સિસ્ટમને અરીસો બતાવ્યો. તેમણે કહ્યું, “જ્યારે નેતાઓ ખુદને વેચવામાં વ્યસ્ત છે, તો દીકરીઓનું રક્ષણ કોણ કરશે?”
​
તેમણે કહ્યું,”મોતિહારીમાં દિલ્હીથી આવેલી દીકરી સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને તેની હત્યા કરી દેવામાં આવી. ગુનેગાર અને દીકરીની કોઈ જાતિ નથી હોતી. મેં ઝડપી ટ્રાયલ અને POCSO અધિનિયમ હેઠળ કાર્યવાહીની માંગ કરી છે. ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં સજા મળવી જ જોઈએ.” અંતમાં, મધ્યપૂર્વની સ્થિતિ અંગે સરકારને સલાહ આપતાં સાંસદે કહ્યું કે યુદ્ધના કારણે ભારતની અર્થવ્યવસ્થા અને મધ્યમ વર્ગ પર ગંભીર અસર પડી રહી છે. ગેસ સિલિન્ડરથી લઈને રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, તેથી સરકારે ઇઝરાયલ અને અમેરિકાથી દૂર રહેવું જોઈએ અને મધ્ય પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આ પણ વાંચો: શું કોઈ ખાસ કારણથી ભારતીય જહાજોને પરવાનગી આપી રહ્યું છે ઈરાન? જાણો વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું…

Back to top button