ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : અંબાજીમાં ગણગોર મહોત્સવની ઉજવણી, નવપરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે આ વ્રત

Text To Speech
  • *અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા ઉમંગભેર કરાઈ ઉજવણી

પાલનપુર : અંબાજીમાં રાજસ્થાની અગ્રવાલ મહિલાઓ દ્વારા ગણગોરનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં જેવી રીતે ગૌરી વ્રત મનાવવામાં આવે છે, તેવી જ રીતે રાજસ્થાનમાં ગણગોરનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર નવપરણિત મહિલાઓ અને કુંવારી કન્યાઓ બંને મનાવે છે નવપરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે અને કુંવારી કન્યાઓ સારો વર મેળવવા માટે કરે છે. હોળીના બીજા દિવસથી ગણગોર માતાની સ્થાપના કરી આ ગણગોર મહોત્સવની શરૂઆત થાય છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

જે 16 દિવસ સુધી સતત ચાલતો હોય છે. આ 16 દિવસ દરમિયાન મહિલાઓ અને કન્યાઓ દરરોજ ગણગોર માતાની પૂજા અર્ચના કરતી હોય છે 16 મા દિવસે ગણગોર માતાનું પૂજન – અર્જન કરી અને વિસર્જન કરવામાં આવે છે. રાજસ્થાનના અને ખાસ કરીને અગ્રવાલમાં આ તહેવારનું ખૂબ જ મહત્વ છે. મહિલાઓ તથા કન્યાઓ આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી મનાવતી હોય છે.

16 દિવસ મહિલાઓ અને કન્યાઓ ગણગોર માતાનું વ્રત કરે છે અને પૂજા કરે છે. છેલ્લા દિવસે ગણગોર માતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. અંબાજીમાં પણ અગ્રવાલ સમાજની મહિલાઓએ ગણગોર માતાની 16 દિવસ પૂજા અર્ચના કરી છેલ્લા દિવસે અંબાજીમાં ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. અને ઉત્સાહભેર ગણગોર મહોત્સવની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો : પાલનપુર : ડીસા મોદી સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રીમાં આનંદના ગરબામાં તરબોળ બન્યા

Back to top button