ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : એ… આઘા રહેજો… ડ્રાઇવર વગરનું ટ્રેકટર આવે છે…

  • ડીસા ના દામા ગામની વિચિત્ર ઘટના
  • ચાલક વગરના ટ્રેક્ટરે ગાડીને ટક્કર મારતા ભાગદોડ મચી

પાલનપુર : બનાસકાંઠામાં ડીસા તાલુકાના દામા ગામ નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક ચાલક વગરના ટ્રેક્ટરે ગાડીને ટક્કર મારતા ભાગદોડ મચી ગઇ હતી. આ વિચિત્ર અકસ્માતમાં જાનહાની ટળી છે પરંતુ ગાડી પેટ્રોલ પંપની ઓફિસમાં ઘૂસી જતા મોટું નુકસાન થયું હતું.

ડીસા તાલુકાના દામા ગામ નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં એક ચાલક વગરના ટ્રેક્ટરે ગાડીને ટક્કર મારી છે. આ વિચિત્ર અકસ્માત ડીસાથી થરાદ જતાં હાઇવે પર દામા ગામ નજીક આવેલ શ્રીરામ પેટ્રોલપંપ સર્જાયો છે. શ્રીરામ પેટ્રોલપંપ પર પાર્ક કરેલી ગાડીને એક ચાલક વગરનું ટ્રેક્ટર અચાનક આવીને ધડાકાભેર ટક્કર મારે છે.. આ સમગ્ર ઘટનાના ફૂટેજ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ચાલક વગરના ટ્રેક્ટરે ગાડીને ટક્કર માર્યા બાદ પેટ્રોલ પંપની ઓફિસમાં આ ટ્રેક્ટર ઘૂસી ગયું હતું.

જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.પરંતુ ગાડીને મોટું નુકશાન થયું છે. ટ્રેક્ટરનો ચાલક બેભાન થઈને રોડ પર ઢળી પડ્યા બાદ ટ્રેક્ટર ચાલુ જ રહ્યું હતું અને ચાલક વગર લગભગ 100 ફૂટ દૂર પહોંચીને ગાડીને ટક્કર મારી છે. દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ચાલક વગરનું ટ્રેકટર કેટલી ઝડપથી આવીને ગાડીને ટક્કર મારી રહ્યું છે.સહુ કોઈને અચંભિત કરી નાંખે તેવા આ દ્રશ્યો છે. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર રહેલા લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

આ પણ વાંચો : પાલનપુરના કચરાના ડુંગરનો હવે થશે નિકાલ, લેગાસી વેસ્ટ માટે લગાવાયો પ્લાન્ટ

Back to top button