ભારતના હુમલામાં પાકિસ્તાનનું રહીમ યાર ખાન એરબેઝ તોડી નાખ્યું, બંધ કરવો પડ્યો રનવે

નવી દિલ્હી, 12 મે 2025: ઓપરેશન સિંદૂરના કારણે ડરેલા પાકિસ્તાને જ્યારે ભારત પર ડ્રોન અને મિસાઈલ એટેક કરવાની કોશિશ કરી તો વળતા જવાબમાં ભારતે પણ તેના સાફ એરબેઝ ઉડાવી દીધા. આ લિસ્ટમાં પંજાબનું રહીમ યાર ખાન એરબેઝ પણ સામેલ છે. રહીમ યાર યાન એરબેઝને એટલું નુકસાન થયું છે કે, તેના મુખ્ય રનવેને એક અઠવાડીયા માટે બંધ કરી દીધું છે. પાકિસ્તાન નાગરિક ઉડ્ડયન વિભાગે શનિવારે સાંજે નોટિસ ટૂ એરમેન જાહેર કર્યું હતું.
આ NOTAM માં કહેવામાં આવ્યું છે કે એરબેઝનો મુખ્ય રનવે 10 મે થી 18 મે સુધી બંધ રહેશે. એવું કહેવામાં આવ્યું છે કે રનવે પર થોડું કામ ચાલી રહ્યું છે, તેથી તેને બંધ કરવામાં આવી રહ્યો છે. રનવે બંધ કરવાની નોટિસ જે સમયે જારી કરવામાં આવી હતી, તે દર્શાવે છે કે ભારતીય હુમલામાં એરબેઝને નોંધપાત્ર નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, રનવેને સમારકામ માટે બંધ કરવો પડ્યો.
રવિવારે સાંજે, ભારતીય વાયુસેનાએ પણ સેટેલાઇટ તસવીર દ્વારા બતાવ્યું હતું કે રહીમ યાર ખાન એરબેઝ પર હુમલો થયો છે. આનાથી એરબેઝને ઘણું નુકસાન થયું છે. અહીં ઉલ્લેખનિય છે કે, શેખ ઝાયેદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પણ રહીમ યાર ખાન એરબેઝમાં સ્થિત છે. તેનો મુખ્ય રનવે ૦૧/૧૯ છે. તે આશરે 3 હજાર મીટર લાંબો છે.
ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષમાં, ભારતીય સેનાએ પાકિસ્તાનના એરબેઝને નિશાન બનાવ્યું હતું. શનિવારે સેનાએ 6 પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો. જેમાં રફીકી મુરીદ, ચકલાલા, સુક્કુર, જુનીયાનો સમાવેશ થાય છે. પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યા બાદ, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી, ગભરાયેલા પાકિસ્તાને મિસાઇલો છોડવાનું શરૂ કર્યું. ભારતે પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવીને તેને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ પછી, શનિવારે સાંજે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો.
આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાન માટે આજે ‘મોટો દિવસ’, બપોરે 12 વાગ્યે બંને દેશો વચ્ચે થશે હોટલાઈન પર વાત












