ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પહલગામ આતંકી હુમલા બાદ ભારતને મળ્યો અમેરિકાનો સપોર્ટ, ટ્રમ્પે કહ્યું- આ એક ભયાનક હુમલો

Pahalgam terror attack : પહલગામમાં આતંકી હુમલા માટે સમગ્ર દુનિયામાંથી ભારતને સપોર્ટ મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પહલગામ હુમલાના ટીકા કરી છે. તેમણે ખૂબ જ આકરા શબ્દોમાં લખ્યું છે કે, ‘That was a bad one..વ્હાઈટ હાઉસ તરફથી જાહેર ઓડિયો મેસેજમાં ટ્રમ્પે આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ એક ખરાબ હુમલો હતો અને કાશ્મીર બોર્ડર પર હંમેશાથી તણાવ રહ્યો છે. સાથે જ આ વાતને લઈને તેઓ બિંદાસ્ત છે કે બંને દેશો તેને કોઈ પણ રીતે હલ કરી લેશે.

વિશ્વાસ છે કે બંને મળીને કોઈ પણ રીતે તેનો હલ શોધી કાઢશે

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું ભારતની ખૂબ જ નજીક છું અને પાકિસ્તાનની પણ ખૂબ નજીક છું. કાશ્મીરમાં તેઓ એક હજાર વર્ષથી લડી રહ્યા છે. કાશ્મીર એક વર્ષથી ચાલી રહ્યું છે. કદાચ તેનાથી પણ વધારે સમયથી. તે એક ખરાબ હુમલો હતો. તે બોર્ડર પર 1500 વર્ષથી તણાવ છે. તે એવું જ રહ્યું છે, પણ મને વિશ્વાસ છે કે, તેઓ તેને કોઈ પણ રીતે હલ શોધી કાઢશે. હું બંને નેતાઓને જાણું છું. પાકિસ્તાન અને ભારતની વચ્ચે ખૂબ જ તણાવ છે. પણ હંમેશાથી આ તણાવ રહ્યો છે.

તુલસી ગબાર્ડે પણ હુમલાની નિંદા કરી

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા, અમેરિકી રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડે પહેલગામ હુમલાની કડક નિંદા કરી હતી. તેમણે તેને ઇસ્લામિક આતંકવાદી હુમલો ગણાવ્યો. તેમને હિન્દુ પીડિત કહેવામાં આવ્યા છે. તુલસી ગબાર્ડે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે તે ઇસ્લામિક આતંકવાદી હુમલો અને 26 હિન્દુઓની હત્યાના મુદ્દા પર ભારતની સાથે છે. તુલસી ગબાર્ડે લખ્યું કે તેમની સંવેદનાઓ માર્યા ગયેલા લોકોના પરિવારો, ભારતના લોકો અને વડા પ્રધાન મોદી સાથે છે. આ ક્રૂર હુમલા માટે જવાબદાર લોકોને પકડવામાં અમેરિકા ભારતને સંપૂર્ણ મદદ કરશે.

ઈરાને તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ઈરાને બંને દેશોને તણાવ ઓછો કરવા વિનંતી કરી. સાઉદી અરેબિયાએ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના વિદેશ પ્રધાને તેમના ભારતીય અને પાકિસ્તાની સમકક્ષો સાથે ફોન પર વાતચીત કરી હતી. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, “ભારત અને પાકિસ્તાન ઈરાનના પડોશી દેશો છે, જેમના સદીઓ જૂના સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધો છે. અન્ય પડોશીઓની જેમ, અમે તેમને અમારી ટોચની પ્રાથમિકતા માનીએ છીએ.” અરાઘચીએ કહ્યું કે તેહરાન આ મુશ્કેલ સમયમાં બંને વચ્ચે વધુ સારી સમજણ વધારવા માટે ઇસ્લામાબાદ અને નવી દિલ્હીમાં તેના કાર્યાલયોનો ઉપયોગ કરવા તૈયાર છે.

આ પણ વાંચો: બલૂચિસ્તાનમાં મોટો હુમલો: પાકિસ્તાની સેનાના 10 જવાનો ઠાર થયા, સેનાના વાહનોના ભુક્કા કાઢી નાખ્યા

Back to top button