કચ્છમાં લકીનાળામાંથી મળ્યું ડ્રગ્સનું પેકેટ

ભુજ, 22 જુલાઇ 2025: Drugs કચ્છના દરિયા અને ક્રીક વિસ્તારમાં તણાઇ આવતા અથવા સામે પારથી વહાવી દેવાતા નશાકારક દ્રવ્યોના પેકટ મળવાનો સિલસલો જારી રહ્યો છે. લાંબા સમય બાદ ડ્રગ્સનું વધુ એક પેકેટ સલામતી એજન્સીને હાથ લાગ્યું છે.
બીએસએફના જવાનને મળ્યું બિનવારસી હાલતમાં
લખપતના લક્કીનાળાંમાંથી બીએસએફને બિનવારસુ હાલતમાં એક ડ્રગ્સનું પેકેટ મળ્યું હતું. લક્કી બીઓપીના કોય કમાન્ડર એમ.પી. શાહ, એફજીટી ભુજના હે.કો. મનોજકુમાર અને 176 બટાલિયન સૈનિકો સર્ચ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા અને આ ટીમને બિનવારસુ હાલતમાં શંકાસ્પદ ડ્રગ્સનું એક પેકેટ મળ્યું હોવાની માહિતી બીએસએફની જી બ્રાન્ચે આપી છે.
આ પણ વાંચો:ભારત બન્યુ દુનિયાનું સૌથી મોંઘું શેરબજાર, નુવામાના રિપોર્ટમાં કરાયો છે દાવો
આ પણ વાંચો:દેશના કરોડો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ખુશખબર આવી, હવે ડિજિલોકર પર તમામ માહિતી અને સુવિધા મળશે












