અધધ 2 લાખ ડાયાલિસીસ, 42 હજાર આંખના ઓપરેશન, ભુજની હોસ્પિટલ બની સારવારની રક્તવાહિની

ભુજ, 20 જુલાઈ 2025: Medical Facility કિડનીના અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ માટે જીવનરેખા સમાન ડાયાલિસીસ સારવાર પૂરી પાડતી અહીંની લાયન્સ હોસ્પિટલને અનેક દાતાઓની સતત હૂંફ સાંપડતી રહી છે. દાતાઓની હૂંફ ઉપરાંત લોકોના વિશ્વાસની વચ્ચે આ હોસ્પિટલમાં અત્યાર સુધી 2,12,000 જેટલા ડાયાલિસીસ અને 42,000 આંખના ઓપરેશન મફત કરવામાં આવ્યા છે. દરમિયાન, ડાયાલિસીસ મશીનોનું દાન અવારનવાર દાતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાથી લાયન્સ હોસ્પિટલને સારવારમાં પીઠબળ મળી રહે છે.
દર્દીઓ કચ્છભરમાંથી ભુજ સુધી આવે છે
હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાએ કહ્યું હતું કે,અહીં છેલ્લા બે દાયકાથી કિડનીના દર્દીઓને મફત ડાયાલિસીસ સેવા અપાઈ રહી છે, અત્યાર સુધી 2,12,000થી વધુ ડાયાલિસીસ અને 42,000થી વધુ આંખના મફત ઓપરેશન કરાયાં છે, કચ્છના વિવિધ ગામોથી આશરે 150 જેટલા દર્દી ડાયાલિસીસ કરાવવાઆવે છે.
વિવિધ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરાવાઇ
હોસ્પિટલની સારવારલક્ષી પ્રવૃત્તિઓનો ચિતાર આપતાં ભરતભાઇએ કહ્યું હતું કે, અહીં મફત કિડની ડાયાલિસીસ, ફ્રી નેત્ર સારવાર કેમ્પ જેમાં મોતિયાના ઓપરેશન, દંત ચિકિત્સા વિભાગ, ઓડિયોમેટ્રી વિભાગ, જનરલ ઓપીડી વિભાગ, પેથોલોજી લેબોરેટરી અને એમબ્યુલન્સ સેવા કાર્યરત છે.
જન્મદિવસ નિમિત્તે મળ્યું મશીનનું દાન

તાજેતરમાં સ્વ. કાનુબેન ત્રિભુવનદાસ મહેતાની પુણ્યતિથિએ અને ભક્તિ ભદ્રેશ મહેતાના જન્મદિવસ નિમિત્તે ભદ્રેશભાઈ ત્રિભુવનદાસ મહેતાએ ડાયાલિસીસ મશીન માટે 7,50,000નું દાન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે દાતા પરિવારના સભ્યોનું સન્માન કરાયું હતું. લાયન્સ ક્લબના પ્રમુખ ચંદ્રકાંત સોનીએ આવકાર પ્રવચન આપ્યું હતું. પ્રોજેક્ટ કો- ઓર્ડિનેટર તરીકે ભદ્રેશ મહેતાએ સેવા આપી હતી.
આ પણ વાંચો: દાંતની સારવારે કાનને આપ્યું ‘નવજીવન’: 63 વર્ષીય વૃદ્ધાને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પછી શ્રવણશક્તિ પાછી મળી
આ પણ વાંચો: 24 જુલાઈએ લોન્ચ થશે 12 GB રૈમ અને 5700 MAH બેટરીવાળો ફોન, જાણો કિંમત












