
Gujarat News : બહારનું ખાવાના શોખીન લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં IIM રોડ પર આવેલ પ્રખ્યાત છાસવાલાના પ્રખ્યાત આઉટલેટમાંથી ખરીદેલા અંજીરશેકમાંથી મરેલો જીવડો નિકળ્યો હતો. જે બાદ હોબાળો મચ્યો હતો. આ ઘટના બાદ ગ્રાહક દ્વારા તંત્ર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
https://www.facebook.com/reel/874679865648874
અંજીરશેકમાંથી નીકળ્યો મરેલો જીવડો
સમગ્ર માહિતી અનુસાર, અમદાવાદમાં ગત તા. 22મેના રોજ આ ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં અમદાવાદ IIM રોડ પાસે આવેલા છાસવાલા આઉટલેટ ખાતેથી એક ગ્રાહકે અંજીરશેક ખરીદ્યો હતો. આ પ્રીમિયમ શેકમાં ગ્રાહકને કાંઈક શંકાસ્પદ વસ્તુ નજરે પડી હતી. તે જોતા શેકની અંદર મરેલો જીવડો નીકળ્યો. જેને જોઈને આ જાગૃત ગ્રાહકે કાયદેસરની કાર્યવાહી તરફ પગલાં લીધા હતા. અને અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગમાં પુરાવા સાથે ફરિયાદ કરાઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ શેકનું ફૂડ સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવા ગ્રાહકની માંગ
આ જાણીતા બ્રાન્ડ્સ સામે કડક તપાસ માટે ફૂડ સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવા ગ્રાહકે માંગ કરી છે. મહત્વનું છે કે, સિઝનમાં ડેરી પ્રોડક્ટ્સ, લસ્સી, છાસ અને મિલ્કશેકની માંગ વધી જાય છે. ત્યારે આ છાસવાલા’ જેવી પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઈઝીમાં આ પ્રકારની બેદરકારી સામે આવતા હવે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અંગે અનેક સવાલો ઉભા થયા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સનું પાલન યોગ્ય રીતે થાય છે કે નહીં તે તપાસવું હવે અનિવાર્ય બન્યું છે.
આ પણ વાંચો : કાશ્મીરમાં NIAની મોટી કાર્યવાહી: જમાત-એ-ઇસ્લામી વિરુદ્ધ અનેક સ્થળોએ એકસાથે દરોડા












