શું હોય છે પ્લેટફોર્મ ફી, જેના વધવાથી ઓનલાઈન ઓર્ડર આપવો મોંધો થશે?

Ordering food online has become expensive: ભારતમાં ઑનલાઇન ખોરાક ઓર્ડર કરવાની સેવા હવે થોડું મોંઘી બની રહી છે. જાણીતી ફૂડ ડિલિવરી કંપની Zomatoએ પોતાની પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે. કંપનીએ પ્રતિ ઓર્ડર વસુલાતી ફી 12.50 રૂપિયાથી વધારીને 14.90 રૂપિયા કરી છે, એટલે કે2.40 રૂપિયાનો વધારો થયો છે.
પ્લેટફોર્મ ફી શું છે?
પ્લેટફોર્મ ફી એ એક નિશ્ચિત ચાર્જ છે, જે દરેક ગ્રાહકે ઓર્ડર કરતી વખતે ચૂકવવી પડે છે. આ ફી ઓર્ડરની કિંમત પર આધારિત નથી હોતી. ડિલિવરી ચાર્જ ડિલિવરી બોયને મળે છે, જ્યારે પ્લેટફોર્મ ફી સીધી કંપની પાસે જાય છે. કંપનીઓ આ ફીનો ઉપયોગ પોતાની કામગીરી ચલાવવા, એપ્લિકેશન મેનેજ કરવા અને નફો મેળવવા માટે કરે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બીજી કંપનીઓમાં પણ સમાન ફી
Swiggy પણ હાલમાં દરેક ઓર્ડર પર આશરે 14.99 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલે છે, જેમાં કરનો સમાવેશ થાય છે.
ફી વધારવાનું કારણ
છેલ્લા કેટલાક સમયથી કંપનીઓ ધીમે ધીમે પ્લેટફોર્મ ફી વધારી રહી છે. ઈંધણના વધતા ભાવ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થતા કંપનીઓ પર ખર્ચનો બોજો વધ્યો છે. આ વધેલા ખર્ચને સંભાળવા માટે કંપનીઓ આ પ્રકારના ચાર્જમાં વધારો કરે છે.
ગ્રાહકો પર અસર
પ્લેટફોર્મ ફીમાં વધારાથી ગ્રાહકોને દરેક ઓર્ડર પર થોડું વધારે ચૂકવવું પડશે, જેના કારણે કુલ બિલમાં વધારો જોવા મળશે.
કંપનીને લાભ
આ વધારાના કારણે કંપનીને દર ત્રણ મહિને અંદાજે ૬૪ થી ૬૫ કરોડ રૂપિયા જેટલો વધારાનો નફો થવાની શક્યતા છે.
આ રીતે, પ્લેટફોર્મ ફીમાં વધારો ફૂડ ડિલિવરી ઉદ્યોગમાં વધી રહેલા ખર્ચ અને નફાકારકતા વચ્ચે સંતુલન જાળવવાનો એક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે
આ પણ વાંચો : IPL 2026: 6,6,6,6,6…, KKRના બેટરે તોફાની ઈનિંગ રમતા 55 બોલમાં 103 રન ફટકાર્યા












