દેશના વિવિધ રાજ્યોમાં પાંચ દિવસ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ: શું સ્થિતિ અમરનાથની ગુફા આસપાસ?

- ક્યાં ફાટી શકે છે વાદળો? વૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર કેમ બંધ કરાયા?
એચડી ન્યૂઝ ડેસ્ક, 13 જુલાઇ 2025: Monsoon Warning આગામી પાંચ દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાન અને યુપીમાં વધારે વરસાદ પડી શકે છે તો જમ્મુ અને કાશ્મીરના 5 જિલ્લામાં વાદળ ફાટવાનો ભય હવામાન વિભાગે બતાવ્યો છે. છે. વરસાદ અને ભૂસ્ખલન જેવી સમસ્યાઓને કારણે હિમાચલમાં 252 રસ્તા બંધ છે.
છત્તીસગઢથી ગુજરાત સુધી વાદળો છવાઈ જશે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 5 દિવસ માટે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. 7 દિવસમાં પશ્ચિમ હિમાલય પ્રદેશ અને મેદાની વિસ્તારોના કેટલાક ભાગોમાં ગાજવીજ અને વીજળી સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદ પડશે. 13 જુલાઈએ ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે.
કાલથી ભૂસ્ખલન સહિતની ચેતવણી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે, સોમવારથી પશ્ચિમી હિમાલયના રાજ્યો જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન ફરી બદલાશે. જમ્મુ વિભાગના પાંચ જિલ્લાઓમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો:બ્રિટિશ સરકારે ‘પેલેસ્ટાઇન એક્શન’ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું: બ્રિટનભરમાં વિરોધ યથાવત
અમરનાથની ગુફા આસપાસ હળવો વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન અમરનાથ ગુફાની આસપાસ હળવો વરસાદ નોંધાયો છે. આને કારણે અહીં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે અમરનાથ ગુફાની આસપાસ 7.5 મીમી વરસાદ નોંધ્યો છે. આને કારણે અહીં રાત્રિનું તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીમાં આ સૌથી ઓછું તાપમાન છે.
વૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર સેવા પ્રભાવિત
શનિવારે સવારે મુ શળધાર વરસાદ પછી ધર્મનગરીમાં વૈષ્ણોદેવીના દર્શને આવેલા શ્રદ્ધાળુઓને રાહત મળી. વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જોકે, ઓછી દૃશ્યતાને કારણે, હેલિકોપ્ટર સેવાને અસ્થાયી રૂપે બંધ કરવી પડી હતી, જેના કારણે હવાઈ માર્ગે ભવન જવાના શ્રદ્ધાળુઓને થોડી અસુવિધા થઈ હતી. બેટરી કાર સેવા અને ભવનથી ભૈરવ ખીણ સુધીની રોપવે સેવા રાબેતા મુજબ ચાલુ રહી.
કાશ્મીરમાં 30 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
મધ્યપ્રદેશના સતના અને ચિત્રકૂટ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. જમ્મુ અને કાશ્મીરના હવામાન કેન્દ્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સોમવારથી સાંબા, કઠુઆ, જમ્મુ, ઉધમપુર અને રિયાસીમાં 72 કલાક સુધીની ચેતવણી અપાલ છે. કાશ્મીરમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આ પણ વાંચો:અજમલ કસાબને ફાંસી અપાવનારા દિગ્ગજ વકીલ ઉજ્જવલ નિકમ હવે સંસદમાં જોવા મળશે, આ ત્રણ પણ રાજ્યસભામાં જશે
આસામથી ઉત્તરાખંડ સુધી ભારે વરસાદ
આઇએમડી અનુસાર, શનિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. ઉત્તરપૂર્વીય રાજ્યો આસામ, મેઘાલય, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ગુજરાત, કેરળ, માહેમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. તે જ સમયે, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી અને ભેજ અનુભવાયો હતો.
હિમાચલમાં ચોમાસું વધુ તીવ્ર: અત્યાર સુધી 95 લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં ચોમાસું વધુ તીવ્ર બન્યું છે. હવામાન વિભાગે 18 જુલાઈ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ભારે વરસાદને કારણે રાજ્યભરમાં માર્ગ, વીજળી અને પાણીની સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. 20 જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી, વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 95 લોકોએ જીવ ગુમાવ્યા છે, 33 ગુમ થયા છે અને 175 ઘાયલ થયા છે.
આ પણ વાંચો:બિહારમાં કેટલા યુનિટ વીજળી મફતમાં નહીં મળે? સરકારે ચૂંટણી પહેલાં શું જાહેર કર્યું?












