વિજ્ઞાન-એન્જિનિયરિંગના સ્નાતકો માટે ISROમાં જોડાવાની તકઃ 18 જૂન સુધી થઈ શકશે અરજી

અમદાવાદ, 7 જૂન, 2025: Job openings in ISRO તાજેતરના મહિનાઓમાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા-ઈસરો (ISRO)ની ચર્ચા આખા દેશમાં છે. ચંદ્રયાન અને ગગનયાન જેવા મિશનને પગલે પ્રત્યેક ભારતીય હવે ઈસરો વિશે જાણે છે. યુવાનો અને ખાસ કરીને વિજ્ઞાન અને એન્જિનિયરિંગના સ્નાતક વિદ્યાર્થીઓ – જેમને અવકાશ વિજ્ઞાનમાં રસ છે તેમના માટે ઈસરો જેવી સંસ્થાઓ career in ISRO એક આદર્શ સ્થાન છે.
આ અવકાશ વિજ્ઞાન સંસ્થામાં કામ કરવા માગતા સ્નાતકો માટે ઉત્તમ તક આવી છે. દેશભરમાં ફેલાયેલા ઈસરોના વિવિધ કેન્દ્રમાં લગભગ 83 જગ્યા માટે ભરતીની જાહેરાત આવી છે.
ઈલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, કમ્પ્યૂટર સાયન્સ, કેમિકલ, ઑટોમોબાઈ, સિવિલ એન્જિનિયરિંગ, રેફ્રિજરેશન અને એરકન્ડિશનિંગ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી જેવા વિષયના સ્નાતકો પાસે અરજીઓ મગાવવામાં આવી છે. આ અંગે ઈસરોની જાહેરાતમાં જણાવ્યા અનુસાર લાયક ઉમેદવારો આગામી 18 જૂને સાંજે પાંચ વાગ્યા સુધી ઑનલાઈન અરજી કરી શકશે.
ISROમાં ભરતીની જાહેરાતની સંપૂર્ણ વિગતો અહીં નીચે આપવામાં આવી છે. તે ઉપરાંત તમે ઈસરોની વેબસાઈટ https://www.isro.gov.in/Careers.html દ્વારા પણ વિગત મેળવીને અરજી કરી શકશો. ખાસ વાત એ છે કે, અરજી માત્ર ઑનલાઈન જ કરવાની છે.



આ પણ વાંચોઃ કાર કેમ વધારે ગરમ થાય છે? આ રીતે કાળજી રાખો; ભારે નુકસાન નહીં થાય
આ પણ વાંચોઃ બાઇકના ટાયર ક્યારે બદલવા જોઈએ? જો તમે તેમના પર ધ્યાન નહીં આપો તો થઇ શકે છે અકસ્માત
આ પણ વાંચોઃ ગુજરાત ડીજીપીનો મોટો નિર્ણય: શાળા પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારી ફરજિયાત
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>












