કૈલાસ માનસરોવર યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, વિદેશ મંત્રાલયે આપી આ જાણકારી

- યાત્રાનું નિરીક્ષણ કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યાત્રા ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જેના માટે અરજી વિન્ડો ખોલવામાં આવી છે
26 એપ્રિલ, 2025, નવી દિલ્હી: પાંચ વર્ષના સમયગાળા પછી આ વર્ષે ખૂબ જ ધાર્મિક ગણાતી અને દરેક શ્રદ્ધાળુઓના સ્વપ્ન સમી કૈલાશ માનસરોવર યાત્રા Kailash Mansarovar Yatra has started 30 જૂને શરૂ થશે. યાત્રાનું નિરીક્ષણ કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યાત્રા ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જેના માટે અરજી વિન્ડો ખોલવામાં આવી છે. તિબેટમાં કૈલાશ પર્વત અને માનસરોવર તળાવના તીર્થ સ્થળોએ 750 લોકોના કુલ 15 ગ્રુપ જશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 50 યાત્રાળુઓને લઈ જતી પાંચ ટુકડીઓ ઉત્તરાખંડથી લિપુલેખ પાસ થઈને યાત્રા કરશે, જ્યારે 50 યાત્રાળુઓને લઈને 10 ગ્રુપ સિક્કિમથી નાથુ લા પાસ થઈને જશે. રસ ધરાવતા યાત્રાળુઓ યાત્રા માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
Kailash Manasarovar Yatra, organised by the Ministry of External Affairs, is set to take place from June to August 2025. This year, 5 batches, each consisting of 50 Yatris, and 10 batches, each consisting of 50 Yatris, are scheduled to travel through Uttarakhand State crossing… pic.twitter.com/K5Jo8urFjN
— ANI (@ANI) April 26, 2025
આ વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અરજીઓ સ્વીકારવા માટે https://kmy.gov.in વેબસાઇટ ખોલવામાં આવી છે . અરજદારોમાંથી પ્રવાસીઓની પસંદગી વાજબી, કોમ્પ્યુટર-જનરેટેડ અને લિંગ-સંતુલિત પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
આખી પ્રક્રિયા ઓનલાઈન થશે
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓનલાઈન અરજીથી લઈને મુસાફરોની પસંદગી સુધીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ છે. તેથી અરજદારોએ માહિતી મેળવવા માટે પત્રો કે ફેક્સ મોકલવાની જરૂર નથી. વેબસાઈટ પરના ફીડબેક વિકલ્પોનો ઉપયોગ માહિતી મેળવવા, કમેન્ટ કરવા અથવા સુધારણા માટે સૂચનો આપવા કરી શકાય છે.

કૈલાશ માનસરોવરની મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવે છે.
ઉલ્લેખનીય છે કે કૈલાશ માનસરોવર યાત્રા વર્ષ 2020થી થઈ નથી. સરકાર દર વર્ષે જૂન મહિનામાં બે સત્તાવાર માર્ગો, ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ (1981 થી) અને સિક્કિમમાં નાથુ લા (2015 થી) દ્વારા કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે. જોકે ચીન સાથેના તણાવને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી આ યાત્રા બંધ હતી. કૈલાશ માનસરોવર યાત્રા હિન્દુઓ, જૈનો અને બૌદ્ધો માટે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે અને દર વર્ષે હજારો યાત્રાળુઓ કૈલાશ માનસરોવરની મુલાકાત લે છે.
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન તંગદિલીઃ સરકારે મુસાફરોના હિતમાં એરલાઈન્સને આપ્યા નિર્દેશ, જાણો












