સ્ક્રેપ થતાં 8 વર્ષથી જૂના વાહનો માટે ‘વન ટાઈમ વેવર’-લેણુ માફી યોજના અમલી કરાઇ
ગાંધીનગર, 2 મે : રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય Registered Vehicle Scrapping Facility –RVSF સેન્ટરમાં સ્ક્રેપ થતાં વાહનો માટે ‘વન ટાઈમ વેવર’- લેણું માફી યોજના અમલી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત તા.1મે, 2025થી તા.30 એપ્રિલ, 2026 સુધી 8 વર્ષથી જૂના વાહનો માટે અમલમાં રહેશે.
ક્યાં-ક્યાં વાહનોનો સમાવેશ થશે?
આ સ્કીમ મુજબ 8 વર્ષ જુના કોઈપણ માલવાહક, બસ, મેક્ષી કેબ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વિગેરે સરકાર માન્ય RVSF સેન્ટરમાં સ્ક્રેપ કર્યેથી આ વાહનોનો ભરપાઈ કરવાનો બાકી ટેક્ષ, પેનલ્ટી, વ્યાજ તથા ચલણની તમામ રકમનું લેણું માફ કરવામાં આવનાર છે.
શું છે યોજનાનો હેતુ?
આ યોજનાનો મુખ્ય હેતુ વાહન પ્રદૂષણના કારણે પર્યાવરણને થતી હાનિ અટકાવી, લોકોને વધુ ઇંધણ કાર્યક્ષમ અને પર્યાવરણની દૃષ્ટિએ લાભદાયી વાહનો ખરીદવા પ્રેરિત કરવાનો છે. વાહન માલિકો આ યોજનાનો લાભ મેળવી તેમના જૂના વાહનને સરકાર માન્ય RVSF ખાતે સ્ક્રેપ કરાવી નિયત બાકી લેણું માફ કરાવી શકે છે, તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો :- દેશમાં વસતા 6 પાકિસ્તાની નાગરિકો પરત નહીં જાય, સુપ્રીમ કોર્ટે ફરમાવી મનાઈ, જાણો કેમ












