ટ્રેન્ડિંગનેશનલમીડિયાસાયન્સ એન્ડ ટેકનોલોજી

Jio–Airtel નહીં, BSNL તેના પ્લાન્સમાં આપી રહી છે ફ્રી એક્સ્ટ્રા ડેટાનો લાભ

HD ન્યુઝ ડેસ્ક, 8 જાન્યુઆરી 2026:  સરકારી ટેલિકોમ કંપની BSNL એ નવા વર્ષમાં પોતાના ગ્રાહકોને મોટી ખુશખબર આપી છે. ક્રિસમસ અને ન્યૂ ઈયર અવસર પર શરૂ કરાયેલા ખાસ રિચાર્જ ઓફર હજુ પણ ચાલુ છે, જેમાં યુઝર્સને કોઈ વધારાના ચાર્જ વગર વધુ ડેટા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ઓફર મંથલીથી લઈને વાર્ષિક પ્લાન સુધી ઉપલબ્ધ છે. આ ઑફર 31 જાન્યુઆરી સુધી માન્ય છે, પરંતુ તેનો લાભ માત્ર તે જ ગ્રાહકો લઈ શકશે જે સમયસર રિચાર્જ કરશે.


BSNLનાં કયા પ્લાન્સમાં મળી રહ્યું છે ફ્રી એક્સ્ટ્રા ડેટા?

BSNL એ પોતાના અનેક લોકપ્રિય રિચાર્જ પ્લાન્સમાં ડેટા બેનિફિટ વધારી દીધી છે. કંપનીનો હેતુ વધુમાં વધુ યુઝર્સને આ લિમિટેડ પિરિયડ ઑફરનો લાભ આપવા નો છે.


₹225નો પ્લાન

  • પહેલા: દરરોજ 2.5GB ડેટા

  • હવે: 3GB ડેઇલી ડેટા

  • લાભ: લગભગ 14GB વધારાનું ડેટા

  • સાથે: 28 દિવસ વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, ફ્રી રોમિંગ, 100 SMS પ્રતિ દિવસ


₹347નો પ્લાન

  • પહેલા: 2GB પ્રતિ દિવસ

  • હવે: 2.5GB પ્રતિ દિવસ

  • કુલ લાભ: લગભગ 25GB વધારાનું ડેટા

  • સાથે: 50 દિવસ વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, 100 SMS દૈનિક


₹485નો પ્લાન

  • પહેલા: 2GB પ્રતિ દિવસ

  • હવે: 2.5GB પ્રતિ દિવસ

  • કુલ લાભ: લગભગ 36GB એક્સ્ટ્રા ડેટા

  • સાથે: 72 દિવસ વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, 100 SMS દૈનિક


₹2,399નો વાર્ષિક પ્લાન

લાંબી વેલિડિટી ઇચ્છનારાઓ માટે આ પ્લાન વધુ ફાયદાકારક:

  • પહેલા: 2GB પ્રતિ દિવસ

  • હવે: 2.5GB પ્રતિ દિવસ

  • સાથે: 365 દિવસ વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, 100 SMS રોજ

આ પણ વાંચો : સોના–ચાંદીના ભાવમાં ઘટાડો : જાણો આજે કેટલો ઓછો થયો કિંમતી ધાતુઓનો ભાવ?

Back to top button