ગુજરાતટોપ ન્યૂઝ

સુરત: ઓનલાઇન હનીટ્રેપમાં ફસાતા ધો.12ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

Text To Speech

સુરતમાં ઓનલાઇન હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલિંગ કરાતા કંટાળી જઇ કતારગામના ધો.12 કોમર્સના વિદ્યાર્થીએ ધાબા પરથી કૂદકો મારી આપઘાત કરી લીધો હતો. ઠગ ટોળકીએ વિદ્યાર્થી પાસે રૂપિયા 9600 પણ ઓનલાઇન પડાવી લીધા હતા. ચોકબજાર પોલીસે આ મામલે અજાણ્યાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: નવરાત્રીના પર્વે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોને સ્વર્ગ જેવો અનુભવ થયો 

બીજા માળે ધાબા પરથી રહસ્યમય રીતે પટકાયો હતો

મળતી માહિતી મુજબ કતારગામ, ધનમોરા ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેતા ધો.12 કોમર્સના વિદ્યાર્થી (ઉ.વ.17)એ 20 દિવસ પહેલાં બીજા માળે ધાબા પરથી રહસ્યમય રીતે પટકાયો હતો અને બાદમાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતુ. વિદ્યાર્થીનો પરિવાર મુળ અમરેલીનો વતની છે. પિતા મજૂરી કામ કરે છે. જે-તે સમયે ચોકબજાર પોલીસે આ કેસમાં અકસ્માત મોત દાખલ કર્યો હતો. હવે આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પરિવારજનોએ મૃતક વિદ્યાર્થીની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીનો મોબાઇલ ચેક કર્યો હતો. જે મોબાઇલ જોઇ પરિવારજનો દંગ રહી ગયા હતા.

મોબાઇલ ચેક કરતા સમગ્ર ઘટના ઉજાગર થઇ

પોલીસના જણાવ્યા પ્રમાણે મોબાઇલમાં અલગ-અલગ પાંચ મોબાઇલ નંબરની વિગતો મળી હતી. વિદ્યાર્થીને વીડિયો કોલ કરી અશ્લીલ હરકતો કરવા મજબૂર કરાયો હતો. ત્યારબાદ સ્ક્રીન રેકોર્ડિંગ કરી વિદ્યાર્થીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. આ રીતે વિદ્યાર્થીને બ્લેકમેલ કીર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ટૂકડે-ટૂકડે મળી ફોન પે દ્વારા કુલ્લે રૂપિયા 9600 પડાવી લેવાયા હતા. ફોન-પે એકાઉન્ટમાં પણ ટ્રાન્જેક્શનની વિગતો મળી આવી હતી. વધુ રૂપિયાની માંગણી થતા આખરે વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. મૃતકના પિતાની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી મોબાઇલ નંબરોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Back to top button