અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉદ્યોગ જગતની ચર્ચા કાર્યક્રમમાં NG ગ્રૂપના MD એન.જી.પટેલ રહ્યા ઉપસ્થિત

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગ જગતની ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્યના અનેક નામી અનામી ઉદ્યોગકારો પોતાની જિંદગીની સફર અને તેમણે મેળવેલી સફળતા અંગેની ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે કરેલા સંઘર્ષની ચર્ચા કરી યુવાનોને પ્રેરણા મળે તેવી અનેક ટીપ્સ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે આ કાર્યક્રમમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં જાણીતા NG ગ્રૂપના સર્વેસર્વા એન.જી.પટેલ સર જોડાયા હતા.

 

 

પોતાના સંઘર્ષ વિશેની કહાની જણાવતા એન.જી પટેલ સર

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉદ્યોગ જગતની ચર્ચા કાર્યક્રમમાં હાજર થવા માટે મળેલા આમંત્રણને માન આપી પોતાના કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી એન.જી. પટેલ સર ત્યાં પહોંચ્યા હતા. તેમણે આ કાર્યક્રમના એન્કર અલ્પેશ પરીખ દ્વારા તેમના જીવન પ્રસંગો અંગે પુછાયેલા અનેક સવાલોના પ્રેરણાદાયી જવાબો આપ્યા હતા.

 

 

 

Back to top button