ટોપ ન્યૂઝનેશનલ

‘આગલી વખતે અમે તને કપાળે ગોળી મારીશું’: લોરેન્સ ગેંગની બાદશાહને ધમકી

Lawrence Gang’s threat to Badshah: બોલિવૂડના પ્રખ્યાત ગાયક અને રેપર બાદશાહ સામેની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. એક તરફ, હરિયાણા પોલીસ દ્વારા ધરપકડનો ભય તેમના પર મંડરાઈ રહ્યો છે. તો બીજી તરફ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે હવે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

અહેવાલો અનુસાર, પાણીપતમાં બનેલી ગોળીબારની ઘટનાની જવાબદારી સ્વીકારતી વખતે, બિશ્નોઈ ગેંગે ખાસ કરીને તેમને સંબોધિત એક નોટ પણ જાહેર કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

બાદશાહ માટે જાહેર કરાયેલી નોટમાં, બિશ્નોઈ ગેંગે લખ્યું: “જય મહાકાલ, જય શ્રી રામ. બધા ભાઈઓને શુભેચ્છાઓ. હું રણદીપ મલિક અને અનિલ પંડિત (USA) આજે પાણીપતના અસંધ રોડ પર ગેરી અને શંકીની ઓફિસમાં થયેલા ગોળીબારની જવાબદારી સ્વીકારું છું; આ વ્યક્તિઓ વેસ્ટર્ન યુનિયન (એક હવાલા ઓપરેશન) સાથે સંકળાયેલા છે. આ લોકો દેશના પૈસા વિદેશમાં મોકલવા માટે હવાલા સિસ્ટમનો ઉપયોગ કરીને દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા હતા. અમે તેમને અગાઉ ફોન પર ચેતવણી આપી હતી, પરંતુ તેઓએ અમારી ચેતવણી પર ધ્યાન આપ્યું નહી. આજની ઘટના ફક્ત ટ્રેલર છે, પૂરી ફિલ્મ હજી બાકી છે. જે કોઈ લોકો હવાલાનું કામ કરતા હોય તે સમય રહેતા સુધરી જાઓ. નહી તો તેનું પરિણામ ખરાબ આવશે.

સિંગર બાદશાહ, તે હરિયાણાની સંસ્કૃતિને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. અમે તને 2024 માં તારા ક્લબમાં એક ‘ટ્રેલર’ બતાવ્યું હતું; આગલી વખતે, અમે તને સીધા કપાળ પર ગોળી મારીશું.” તે સિવાય પોસ્ટમાં Lawrence Bishnoi Group ને સલામ લખીને ગેંગસ્ટરોના નામ લખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: AI ના કારણે આ કંપનીમાં છટણી, હજારો કર્મચારીઓના માથે લટકતી તલવાર

 

Back to top button