TCSમાં છટણીની વચ્ચે આવ્યો નવો રિપોર્ટ, ભરતી પર બ્રેક અને નહીં વધે કર્મચારીઓને સેલરી

નવી દિલ્હી, 31 જુલાઇ, 2025: ટાટા કન્સલટન્સી લિમીટેડ (TCS)દ્વારા તાજેતરમાં જ 12,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફેંસલાથી સમગ્ર આઇટી ઉદ્યોગમાં હડકંપ મચી ગયો હતો. તે પછી ટાટાના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને આ વર્ષે નિફ્ટી પર આિટી શેરોમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ છે. પાછલા વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં 25 ટકાથી વધુનો આ શેરમાં ઘટાડો થયો છે તો એક મહિનામાં તેનો શેર 12 ટકા ઘટી ગયો છે.
TCSનું નવું આયોજન
જોકે, આ એક મોટો સંગઠનાત્મક ફેરફાર છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે TCSના CEO એ ખાતરી આપી છે કે છટણી તબક્કાવાર કરવામાં આવશે, જેથી તાત્કાલિક વિક્ષેપ ઓછો કરી શકાય. આ પગલું કંપનીની ખર્ચ-વ્યવસ્થાપન વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે, જેનો હેતુ સ્પર્ધાત્મકતા જાળવવા અને કાર્યકારી કાર્યક્ષમતા વધારવાનો છે.
દરમિયાન, એક અહેવાલ મુજબ, TCS તેના ખર્ચ બચાવવા માટે પગલાં લઈ શકે છે, જેમાં અનુભવી વ્યાવસાયિકોની ભરતી અટકાવવાનો અને કર્મચારીઓના પગાર વધારાને મુલતવી રાખવાનો નિર્ણય લેવાનો સમાવેશ થઈ શકે છે. 12 હજાર કર્મચારીઓને છટણી કરવાના કંપનીના નિર્ણયના માત્ર બે દિવસમાં, TCSની બજાર મૂડીમાં 28,148.72 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
નવી ભરતી પર પ્રતિબંધ
TCS એ હવે એવા કર્મચારીઓ માટે તેની આંતરિક નીતિઓ ખૂબ જ કડક બનાવી છે જેઓ હાલમાં કોઈપણ ક્લાયન્ટ પ્રોજેક્ટ (જેને ‘બેન્ચ પર’ કહેવામાં આવે છે) પર તહેનાત નથી. આવા સ્ટાફને હવે બિલેબલ સોંપણી (પ્રોજેક્ટ)માં જોડાવા માટે માત્ર 35 દિવસનો સમય આપવામાં આવે છે, અન્યથા તેમને કંપની છોડવી પડશે. હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ અને કોલકાતા જેવા શહેરોમાં સ્ટાફ ઘટાડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર, લેટરલ હાયર (અનુભવી કર્મચારીઓ)ની ઓનબોર્ડિંગ પ્રક્રિયામાં હવે 65 દિવસથી વધુ વિલંબ થઈ રહ્યો છે. આ પ્રક્રિયામાં મોટી મંદી દર્શાવે છે, જે પ્રોજેક્ટ ડિલિવરી અને ટીમ ઉત્પાદકતાને અસર કરી શકે છે.
રિપોર્ટમાં એક વરિષ્ઠ IT વિશ્લેષકને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ફક્ત મધ્યમ-વરિષ્ઠ સ્તરે છટણી કરવાથી TCSને વાર્ષિક 300-400 મિલિયન ડોલર(લગભગ રૂ. 2,400-3,600 કરોડ) ની બચત થઈ શકે છે. આનાથી ઓપરેટિંગ માર્જિનમાં 100-150 બેસિસ પોઈન્ટ (bps)નો સુધારો થઈ શકે છે.
આ પણ વાંચોઃ સેબીની મોટી કાર્યવાહી, DOL શેર ગોટાળામાં 11 લોકોને ફટકાર્યો રૂ. 4 કરોડનો દંડ












