ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

લોકસભાએ મંજૂર કર્યું નવું ઈન્કમ ટેક્સ બિલ, જાણો શું થશે અસર

નવી દિલ્હી, તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નવું ઈન્કમ ટેક્સ બિલ ૨૦૨૫ રજૂ કર્યું હતું. આ નવું બિલ જૂના ઈન્કમ ટેક્સ કાયદા ૧૯૬૧ની જગ્યા લેશે. આ બિલને લોકસભામાં મંજૂરી મળી ચૂકી છે. જો આ બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ જશે, તો તે ખૂબ જ જલ્દી કાયદો બની જશે. ચાલો જાણીએ કે નવું ઈન્કમ ટેક્સ બિલ ૨૦૨૫ કયા કયા ફેરફારો લાવશે અને તેની તમારા પર શું અસર થશે.જૂનો ઈન્કમ ટેક્સ કાયદો ૧૯૬૧ જૂનો હોવાથી ઘણા ફેરફારોની જરૂરિયાત હતી. આથી, કેન્દ્ર સરકાર દ્વારા નવું ઈન્કમ ટેક્સ બિલ ૨૦૨૫ લાવવામાં આવ્યું છે.

આ બિલ હેઠળ થનારા મુખ્ય ફેરફારો:

બિલની ભાષાને વધુ સરળ અને સ્પષ્ટ બનાવવામાં આવશે.
“Previous year” અને “Assessment Year” જેવા વિકલ્પોને સમાપ્ત કરીને “Tax Year” નો નવો કન્સેપ્ટ શરૂ કરવામાં આવશે.
આ નવા નિયમ હેઠળ ડિજિટલાઈઝેશનને વધુ પ્રોત્સાહન આપી શકાય તેથી CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ) ને વધુ સત્તા આપવામાં આવી છે.
આ કાયદાને ૫૩૬ કલમો અને ૧૬ અનુસૂચિઓમાં વ્યવસ્થિત કરવામાં આવશે, જેથી તેને સમજવું અને વાંચવું બંને સરળ બનશે.
“ઝીરો ટીડીએસ” પ્રમાણપત્રની સુવિધા મળશે.
જો મકાન ખાલી હોય, તો તેના પર લાગતા “ડીમ્ડ રેન્ટ ટેક્સ” માંથી રાહત મળશે.

સમિતિ દ્વારા સૂચવેલા ફેરફારો:

સમિતિએ આ બિલમાં કેટલાક ફેરફારો સૂચવ્યા છે, જેમ કે:
કરદાતાઓને રિફંડ મેળવવામાં રાહત મળવી જોઈએ. ITR ફાઇલ કરવામાં વિલંબ થયો હોય તેમ છતાં રિફંડ ક્લેમ કરવાની મંજૂરી મળવી જોઈએ.
ડિવિડન્ડમાં કપાત માટે કલમ ૮૦એમ ફરીથી શરૂ થવી જોઈએ.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ભાજપ MLA-કોર્પોરેટર સ્થાનિકોના રોષનો ભોગ બન્યા, જાણો સમગ્ર મામલો

Back to top button