ઝારખંડમાં નક્લવાદીઓ કરી 200 પેટી જિલેટિન લૂંટ, જાણો કેટલો ખતરનાક છે આ વિસ્ફોટક

ઝારખંડ, 28 મે, 2025: એકબાજુ છત્તીસગઢના બસ્તર જિલ્લાને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવી રહ્યો છે, ત્યાં બીજી બાજુ ઝારખંડમાં નક્સલવાદીઓનો આતંક વધી રહ્યો છે. રાજ્યના સારંડા જંગલમાં મંગળવારે (27 મે, 2025) નક્સલવાદીઓ પથ્થરની ખાણ તરફ જઈ રહેલા એક ટ્રકને લૂંટી લીધુ હતું, જેમાં 200 પેટી જિલેટીન (વિસ્ફોટક સામગ્રી) હતી. પોલીસને ખાલી ટ્રક મળ્યું અને તેમાંથી જિલેટીન ગુમ હતું. આ ઘટના કેબલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, ત્યારબાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ હાઇ એલર્ટમાં આવી ગઈ છે.
શું છે જિલેટીન?
જિલેટીન એક ખતરનાક વિસ્ફોટક છે, જેનો ઉપયોગ ખાણકામમાં પથ્થરો તોડવા માટે કરવામાં આવે છે. જોકે, નક્સલવાદીઓ તેનો હુમલા માટે કરે છે. નકસલીઓ દ્વારા આટલા મોટા પ્રમાણમાં જિલેટિનની લૂંટ કરતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે, કારણ કે સારંડા જંગલ લાંબા સમયથી નક્સલીઓનો ગઢ રહ્યું છે. હવે તેમની પાસે મોટી માત્રામાં જિલેટીન આવી જતા ખતરનાક હુમલાનું જોખમ રહ્યું છે.
એકબાજુ સરકાર 2026 સુધીમાં નક્સલવાદનો અંત કરવાની વાત કરે છે. છત્તીસગઢના બસ્તરને તો નક્સલ મુક્ત જાહેર પણ કરી દેવાયો છે. એવામાં જિલેટીનની આ લૂંટ ઝારખંડ સરકાર માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. આ લૂંટના કારણે નક્સલવાદીઓ આ જિલેટીનનો ઉપયોગ સૈન્ય સામે અથવા અન્ય હુમલામાં કરી શકે છે. જોકે, હાલ સૈન્ય અને તંત્ર લૂંટાયેલું જિલેટીન અને નક્સલવાદીઓ બંનેની શોધખોળમાં લાગ્યા છે.
આ પણ વાંચોઃ સિનવારના મૃત્યુ બાદ કોણ બનશે હમાસનો નવો ચીફ? આ નામ છે સૌથી આગળ
આ પણ વાંચોઃ આતંકવાદી હુમલા બાદ પહલગામમાં ફરવા જઈ શકાય? જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા












