ટોપ ન્યૂઝનેશનલ

હલ્દવાનીમાં રાજકીય સંગ્રામ: શુદ્ધિકરણ વિવાદ બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ

Shri Ram Sena Files Complaint Against Rahul Gandhi: ઉત્તરાખંડના હલ્દવાની જિલ્લામાં ‘શુદ્ધિકરણ’ વિવાદે હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. શ્રી રામ સેનાના અમિત કુમારે રવિવારે (30 ઓગસ્ટ 2026) કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. અમિત કુમારે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ તેમના વિરુદ્ધ જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેથી તેમની સામે સખત એફઆઈઆર દાખલ થવી જોઈએ. જોકે, હલ્દવાની પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી, પરંતુ મળેલી ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

ખડગેની રેલી બાદ સળગ્યો વિવાદ

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આયોજિત એક રેલી બાદ શ્રી રામ સેનાના સભ્યોએ તે સ્થળ પર શુદ્ધિકરણ વિધિ કરી હતી. આ ઘટના પર તીખી પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શુદ્ધિકરણ વિધિ કરવી એ એસસી/એસટી એક્ટ હેઠળ ફોજદારી ગુનો છે. તેમણે દાવો કર્યો હતો કે 10 ઓગસ્ટ 2026 ના રોજ શુદ્ધિકરણ વિધિ થઈ હતી અને 13 ઓગસ્ટ 2026 ના રોજ ખડગેએ પણ ગૃહમાં પોતાનું અપમાન થયું હોવાનું જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ જવાબદારો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.

“હું પોતે દલિત છું, સનાતન ધર્મનું પાલન કર્યું”

શુદ્ધિકરણ વિધિ કરનાર શ્રી રામ સેના ચેરિટેબલ સર્વિસ ટ્રસ્ટના સભ્ય વિનોદ આર્યએ પોતાની સફાઈ આપતાં જણાવ્યું હતું કે, “સનાતન પરંપરા મુજબ ભગવાન શ્રી રામની પૂજા થાય તે સ્થળની પવિત્રતા જાળવવી એ મારી પ્રાથમિક ફરજ છે. હું પોતે દલિત સમુદાયમાંથી આવું છું અને આ ધાર્મિક વિધિમાં મારી સાથે અન્ય દલિત ભાઈઓ પણ જોડાણા હતા.” તેમણે ઉમેર્યું હતું કે તેમણે કંઈપણ ખોટું કર્યું નથી અને સનાતન પરંપરાનું જ પાલન કર્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વિપક્ષી નેતા સામે કાનૂની કાર્યવાહીની વિરોધ પક્ષની ચીમકી

વિનોદ આર્યએ કોંગ્રેસ નેતૃત્વ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, દલિત હોવા છતાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી તેમની સામે કેસ દાખલ કરવા અને તેમની ધરપકડ કરાવવા માટે પોલીસ પર અયોગ્ય દબાણ લાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આ દબાણ સામે રાહુલ ગાંધી વિરુદ્ધ જ વળતી કાનૂની કાર્યવાહી કરવા માંગે છે. હાલમાં હલ્દવાની પોલીસ આ બંને પક્ષોના નિવેદનો અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને મામલાની વધુ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: નેપાળ : પૂરથી 11 બેંકોની 17 શાખાઓ પામી નાશ, જાણો કેટલા પૈસા પાણીમાં વહી ગયા?

Back to top button