ટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

113 કરોડના ક્રિપ્ટો કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અમિત લખનપાલ UAEમાં ઝડપાયો, EDની તપાસ તેજ

Crypto Scam : ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)માં રોકાણના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. 113 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપી અને આ કેસના મુખ્ય આરોપી અમિત લખનપાલની સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ધરપકડ કરવામાં આવી છે.

અમિત લખનપાલ લોકોમાં પોતાની ઓળખ નાણાં મંત્રાલય (Finance Ministry)ના અધિકારી તરીકે આપતો હતો અને આ રીતે રોકાણકારોને વિશ્વાસમાં લઈને કથિત રીતે પોતાની યોજનામાં ફસાવતો હતો. ઠાણે પોલીસની વિનંતી બાદ જારી થયેલા રેડ કોર્નર નોટિસ (Red Corner Notice)ના આધારે UAE સત્તાવાળાઓએ તેની ધરપકડ કરી છે.

EDની માહિતી બાદ 1 સપ્ટેમ્બરે ધરપકડ

પ્રવર્તન નિર્દેશાલય (ED)ને અમિત લખનપાલના UAEમાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી. EDએ આ અંગે સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી વિગતો શેર કર્યા બાદ 1 સપ્ટેમ્બરે UAEમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે ભારત સરકારે તેને ભારત પરત લાવવાની પ્રક્રિયા (Extradition Process) શરૂ કરી છે. તપાસ એજન્સીઓને કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો અને અન્ય વિગતો તૈયાર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ કેસની મુખ્ય તપાસ ઠાણે પોલીસ કરી રહી છે, જ્યારે ED મની લોન્ડરિંગ (Money Laundering)ના એંગલથી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

‘મની ટ્રેડ કોઈન’ના નામે રચ્યું હતું આખું નેટવર્ક

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અમિત લખનપાલે ‘મની ટ્રેડ કોઈન’ (Money Trade Coin-MTC) નામની કથિત નકલી ક્રિપ્ટોકરન્સી શરૂ કરી હતી.

રોકાણકારોને આકર્ષવા માટે મોટા ફાઇવ-સ્ટાર હોટલોમાં ભવ્ય કાર્યક્રમો (Events)નું આયોજન કરવામાં આવતું હતું. આ કાર્યક્રમો દરમિયાન રોકાણકારોને એવી કથિત માહિતી આપવામાં આવતી હતી કે તેની ક્રિપ્ટોકરન્સીને સરકાર તરફથી સત્તાવાર માન્યતા મળવાની છે.

સરકારી માન્યતાના આવા દાવા અને આકર્ષક વચનોના આધારે લોકોને રોકાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

2017-18 દરમિયાન 113 કરોડની કથિત છેતરપિંડી

તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, 2017-18 દરમિયાન આ કથિત સ્કીમ મારફતે રોકાણકારો પાસેથી કુલ આશરે 113 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. આ કેસમાં તપાસ આગળ વધતાં પોલીસ અને ED સામે નાણાં ક્યાં ગયા અને સમગ્ર નેટવર્કમાં કોની શું ભૂમિકા હતી તેની વિગતો પણ સામે આવી રહી છે.

પોલીસ અધિકારીની ભૂમિકાએ પણ ઊભા કર્યા સવાલ

આ કેસમાં તપાસ દરમિયાન એક ચોંકાવનારી બાબત પણ સામે આવી છે. તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે, તે સમયે ઠાણેમાં ફરજ બજાવતા એક પોલીસ અધિકારી અમિત લખનપાલના ઓફિસ અને તેના ગ્રાહકોને સંભાળવામાં તેની મદદ કરતો હતો. આ અધિકારીની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે અને કથિત ક્રિપ્ટો કૌભાંડ (Crypto Scam)માં અન્ય લોકોની સંડોવણી હતી કે નહીં તે અંગે એજન્સીઓ તપાસ કરી રહી છે. અમિત લખનપાલની UAEમાં ધરપકડ બાદ હવે તેને ભારત પરત લાવવાની કાર્યવાહી આ કેસની તપાસમાં મહત્વનું પગલું બની શકે છે.

આ પણ વાંચો : લાલ મંદિર હતું આતંકીઓનું પહેલું નિશાન, ટ્રાફિકથી બદલાયો પ્લાન

Back to top button