Census 2026: તૈયારી રાખજો, વસતી ગણતરીમાં આ 33 સવાલો પૂછાશે
Census 2026: દેશભરમાં ટૂંક સમયમાં જ વસતી ગણતરી શરુ થશે. ભારતમાં 16મી વસ્તી ગણતરી શરૂ થવાની છે. આ વખતે તે માત્ર જનસંખ્યા જ નહીં, પરંતુ નાગરિકોના જીવનશૈલીનું “ડિજિટલ કુંડળી” પણ બનશે. સરકાર દ્વારા અવારનવાર પુછાયેલા 33 સવાલો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ઘરની બનાવટથી લઈને જીવનશૈલી અને સામાજિક બાબતો સુધી દરેક બાબતને આવરી લેવામાં આવશે. કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી અંગે વધુ એક ઐતિહાસિક અને સામાજિક પરિવર્તનશીલ પગલું ભર્યું છે. સરકારે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટે 33 સવાલો (FAQ)ની યાદી જાહેર કરી છે, જેમાં સૌથી આશ્ચર્યજનક અને મહત્ત્વપૂર્ણ સવાલ લિવ-ઇન રિલેશનશિપ સંબંધિત છે.
લિવ-ઇન કપલ્સ માટે શું નિયમો છે?
સેલ્ફ-એન્યુમરેશન પોર્ટલ પરની જાણકારી અનુસાર, જો કોઈ કપલ “લિવ-ઇન રિલેશનશિપ” માં રહે છે અને તેમના સંબંધને “સ્થિર સંબંધ” માને છે, તો તેમને વસ્તી ગણતરી દરમિયાન “પરિણીત યુગલ” ગણવામાં આવશે. આ પહેલી વાર છે જ્યારે સત્તાવાર વસ્તી ગણતરીના સવાલોમાં આવી સામાજિક રચનાને સ્પષ્ટ રીતે સંબોધવામાં આવી છે.
તમે પોતાની માહિતી જાતે અપલોડ કરી શક્શો
સરકારે એક ખાસ પોર્ટલની પણ વ્યવસ્થા કરી છે, જેમાં સેલ્ફ-એન્યુમરેશનનો પણ વિકલ્પ પસંદ કરવા માંગે છે. એટલે કે હવે તમે પોતાની જાતે જ તમારી જાણકારી ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરી શક્શો. આ સુવિધા વસતી ગણતરીના બંને તબક્કાઓ હાઉસલિસ્ટિંગ (HLO) અને વસ્તી ગણતરી માટે ઉપલબ્ધ રહેશે. નાગરિકોની સુવીધા માટે વારંવાર પુછાયેલા 33 સવાલોની સંપૂર્ણ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલ 2026થી વસતી ગણતરીના પ્રથમ તબક્કો શરુ થશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વસતી ગણતરી માટે ડેટા એકત્રિત કરવામાં આવશે
વસતી ગણતરી માટે ડેટા એકત્રિત કરવામાં આવશે અને ડિજિટલ રીતે પૂર્ણ કરવામાં આવશે. આ વસતી ગણતરી બંધારણના અનુચ્છેદ 69 હેઠળ હાથ ધરવામાં આવશે, છેલ્લી વસતી ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી. એ નોંધવું જોઈએ કે 2026ની વસતી ગણતરી 16મી અને સ્વતંત્રતા પછીની 8મી વસ્તી ગણતરી છે. આ વસતી ગણતરી સંપૂર્ણપણે ગુપ્ત છે અને RTI દ્વારા પણ જાહેર કરવામાં આવશે નહીં. રાજ્ય સરકારનું તંત્ર આ પ્રક્રિયા હાથ ધરશે.

તમને આ સવાલો પૂછવામાં આવ શકે
- ઘરની બનાવટ: ઘરના ફ્લોર, દિવાલો અને છતમાં ક્યાં મટિરિયલ (Material)નો ઉપયોગ થાય છે?
- પરિવારના વડા: ઘરના વડાનું નામ, લિંગ અને સમુદાય (SC, ST, અથવા અન્ય)માંથી છો?
- સવલતો અને વાહનો: ઘરમાં પીવાનું પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ કઈ છે? તમારી પાસે કયા પ્રકાર (સાયકલ, સ્કૂટર, કાર, વગેરે)નું વાહન છે?
- ખાદ્ય અને પીણું: ઘરમાં મુખ્ય ખોરાકમાં ક્યાં અનાજ (Cereal)નો ઉપયોગ કરવામાં આવે છે.
- પરિણીત યુગલો: ઘરમાં કેટલા પરિણીત યુગલો રહે છે? (લિવ-ઇન યુગલો માટેનો નિયમ અહીં લાગુ પડે છે).
- ઘરની સ્થિતિ: ઘરનો નંબર, મકાન નંબર અને ઘરનો માલિકી (માલિકીનો અથવા ભાડાનો) શું છે?
11000 કરોડ રૂપિયા ખર્ચ થશે
વસતી ગણતરી નોટિફિકેશનના મુખ્ય બિંદુ મુજબ વસતી ગણતરીનો હેતુ (Intent)શું છે તે અંગેનું ગેઝેટ 16 જૂન, 2025એ જાહેર કરાયું હતું. પ્રથમ તબક્કા (First Phase)ના સમયગાળા માટે સૂચના 7 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરવામાં આવી હતી. ઘરની યાદી બનાવવાની કામગીરી એપ્રિલ અને સપ્ટેમ્બર 2026ની વચ્ચે 30 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. સેલ્ફ એન્યૂમરેશન (Self Enumeration) હાઉસ લિસ્ટિંગના 15 દિવસના પહેલા કરવામાં આવશે. પ્રથમ તબક્કાના સવાલો માટે સૂચના 22 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરાવામાં આવી હતી. બીજા તબક્કા માટે સમયગાળા અને સવાલો માટે સૂચના પછીથી જાહેર કરવામાં આવશે. વસતી ગણતરીના બીજા તબક્કામાં જાતિ ગણતરી (Caste Enumeration) હાથ ધરવામાં આવશે. વસતી ગણતરીની પ્રક્રિયા માટે કુલ 11,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. તમામ સવાલોના ઉકેલ માટે જિલ્લા સ્તરીય વસતી ગણતરી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં 36 વહીવટી એકમો સામેલ છે.
ઘરયાદી અને ઘર ગણતરીના સવાલો
- ઘરની માહિતી
- લાઇન નંબર
- મકાન નંબર
- વસ્તી ગણતરી ઘર નંબર
- મુખ્ય માળની સામગ્રી
- મુખ્ય દિવાલની સામગ્રી
- મુખ્ય છતની સામગ્રી
- ઘરનો ઉપયોગ (રહેણાંક/દુકાન/અન્ય)
પરિવાર (Household)ની જાણકારી
- પરિવારની સંખ્યા
- ઘરમાં સામાન્ય રીતે રહેતા લોકોની કુલ સંખ્યા
- ઘરના વડાનું નામ
- ઘરના વડાની જાતિ
- ઘરના વડા SC/ST/અન્ય કેટેગરીના છે કે કેમ
- ઘરની માલિકી (માલિકી/ભાડા/અન્ય)
- ઘરના કબજામાં રહેલા રૂમની સંખ્યા
- ઘરમાં પરિણીત યુગલોની સંખ્યા
- ઘરમાં ઉપલબ્ધ સુવિધાઓ…
- પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત
- પીવાના પાણીની ઉપલબ્ધતા
- પ્રકાશનો મુખ્ય સ્ત્રોત
- શૌચાલયની સુવિધા
- શૌચાલયનો પ્રકાર
- ગટરની સુવિધા
- બાથરૂમ સુવિધા
- રસોડા અને LPG/PNG કનેક્શનની ઉપલબ્ધતા
- રસોઈ માટે વપરાતું મુખ્ય બળતણ
- ઘરની સંપત્તિ
- રેડિયો/ટ્રાન્ઝિસ્ટર
- ટેલિવિઝન
- ઇન્ટરનેટ એક્સેસ
- લેપટોપ/કમ્પ્યુટર
- ટેલિફોન/મોબાઇલ/સ્માર્ટફોન
- સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ/મોપેડ
- કાર/જીપ/વાન
- અન્ય માહિતી
- ઘરમાં મુખ્યત્વે વપરાતા અનાજ
- મોબાઇલ નંબર
આ પણ વાંચો : પત્ની અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રીના છે અનૈતિક સંબંધો, પતિનો હચમચાવી દેનાર આરોપ












