ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

લંપટ આચાર્યની કરતૂત: LC લેવા માટે મહિલાને અમદાવાદની હોટલમાં બોલાવી, રંગેહાથ ઝડપાયો

અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2026: અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં ગત રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નડિયાદની એક શાળાના આચાર્ય મહિલાને હોટલમાં મળવા બોલાવી હતી, જે બાદ મહિલા તેના પરિવારને લોકોને સાથે લઈ આવતા આચાર્યની ખોરી દાનત પર પાણી ફરી વળ્યું હતું અને તેના ઈરાદામાં જ સફલ થયો નથી.

નડિયાદમાં પોતાનાં બે બાળકોનાં LC લેવા પહોંચેલી માતાને લંપટ આચાર્યએ LC લેવા માટે અમદાવાદની હાથીજણની એક હોટલમાં બોલાવી હતી. હેબતાઈ ગયેલી મહિલા હોટલમાં તો પહોંચી, પરંતુ સાથે પરિવાર પણ પહોંચ્યો. ત્યાં લંપટ આચાર્ય પહેલાંથી જ હોટલના રૂમમાં હાજર હતો. બસ પછી શું?, મહિલા અને પરિવારે હોટલમાં ભારે હોબાળો મચાવ્યો. હાલ તો સમગ્ર મામલે વટવા GIDC પોલીસે ગુનો નોંધી શરૂ કરી છે.

આ ઘટનાની જાણ બજરંગ દળના કાર્યકરોને થતા તેઓ વટવા GIDC વિસ્તારની હોટલ પર પહોંચ્યા હતા. કાર્યકરોએ હોટલના રૂમમાં દરોડા પાડી આચાર્ય કિરીટ ઝાલાને મહિલા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન સ્થળ પર ભારે હોબાળો સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આચાર્યની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો ફેરફાર, 165 ડેપ્યુટી મામલતદારને પ્રમોશન મળ્યું

Back to top button