બીએમસી ચૂંટણી પહેલાં મુંબઈ પોલીસને સફળતા: નકલી નોટોના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ

મુંબઈ, 8 જાન્યુઆરી 2026: બીએમસી (BMC) ચૂંટણી નજીક આવતાં મુંબઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. આ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં બાંગ્લાદેશ સીમા નજીક ગુપ્ત ઓપરેશન ચલાવીને નકલી નોટોના આંતરરાષ્ટ્રીય ગેંગની મહિલા સપ્લાયરને ઝડપી લીધી છે.
દાદર રેલવે સ્ટેશન પાસે પ્રથમ ક્લૂ મળ્યો
ગત અઠવાડિયે દાદર રેલવે સ્ટેશન નજીકથી 61 વર્ષીય અમરુદ્દીન શેખને પકડાયો હતો. તેની પાસે થી રૂ. 500 ની કિંમતના કુલ રૂ. 72 હજારના ઉચ્ચ ગુણવત્તાવાળા નકલી નોટો મળ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ નોટો એટલી ઉચ્ચ ગુણવત્તાવાળા હતા કે તે બાંગ્લાદેશમાંથી ભારત લાવવામાં આવ્યા હોવાની શક્યતા છે.
um
પૂર્વે પણ મોટા પાયે નકલી નોટો ખપાવ્યાનો ખુલાસો
પોલીસ પૂછપરછમાં અમરુદ્દીન શેખે સ્વીકાર્યું કે તે અગાઉ પણ મોટા પાયે નકલી નોટો બજારમાં ખપાવી ચૂક્યો છે. આ નોટો ક્યાં–ક્યાં અને કયા માધ્યમથી વપરાયા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
મુખ્ય સપ્લાયર મહિલા ઝોસના બીબી પકડી
આજ કેસમાં ફરાર ચાલી રહેલી મહિલા આરોપી ઝોસના બીબી ઉર્ફે ઝોસના સિરાજુલ શેખ (49) ને રાધાનગર પોલીસની મદદથી ઝારખંડમાંથી પકડવામાં આવી છે.
પોલીસ મુજબ ઝોસના નકલી નોટોની મુખ્ય સપ્લાયર હતી. તે રૂ. 60 હજારના અસલી નોટો સામે રૂ. 1 લાખના નકલી નોટો પુરા પાડતી હતી.
બે વર્ષથી સક્રિય, 12 થી 14 લાખના નકલી નોટો ખપાવ્યાની શંકા
તપાસમાં બહાર આવ્યું છે કે ઝોસના છેલ્લા બે વર્ષથી આ ગેરકાયદે નેટવર્કમાં સક્રિય હતી અને અત્યાર સુધીમાં 12 થી 14 લાખના નકલી નોટો બજારમાં ખપાવ્યા હોવાની શંકા છે.
આ કેસમાં વધુ આરોપીઓ છે કે નહીં, નકલી નોટો ક્યાં છપાતાં હતા અને સંપૂર્ણ નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું—તે અંગે મુંબઈ પોલીસે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: પાકિસ્તાન પાસેથી JF-17 ફાઈટર જેટ ખરીદશે બાંગ્લાદેશ, જાણો ભારત પર કેટલી અસર થશે












