એક જ કાફેમાંથી બહાર નીકળતા નજરે પડ્યા મૃણાલ અને યશસ્વી, ડેટિંગની ચર્ચાઓએ પકડ્યું જોર

Mrunal Thakur and Yashasvi Jaiswal Dating Rumors: બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર ફરી એકવાર પોતાની અંગત જિંદગી અને લવ લાઇફને લઈને ચર્ચામાં આવી છે. આ વખતે તેનું નામ કોઈ અભિનેતા સાથે નહીં, પરંતુ ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ સાથે જોડવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોને લઈને અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે, જોકે હજુ સુધી બંનેમાંથી કોઈ પણ સ્ટારે આ વાયરલ સમાચારો પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
એક જ કાફેમાં સ્પોટ થવાથી શરૂ થઈ ડેટિંગની અટકળો
મૃણાલ અને યશસ્વીના નામ જોડવાનું મુખ્ય કારણ તેમનું એક જ સમયે અને એક જ જગ્યાએ જોવા મળવું છે. મૃણાલ મુંબઈના એક લોકપ્રિય કાફેમાં નજરે પડી હતી, અને તેના થોડી જ વારમાં યશસ્વી જયસ્વાલ પણ તે જ કાફેમાંથી બહાર નીકળતા જોવા મળ્યો હતો. આ બંનેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયા, જેના કારણે ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ઉંમરના તફાવત અને શૂટિંગની ચર્ચાઓ
વાયરલ થયેલા વીડિયો બાદ સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક લોકો માની રહ્યા છે કે તેમની વચ્ચે કોઈ ખાસ સંબંધ છે, જ્યારે અન્ય કેટલાક લોકોનું એવું પણ સૂચન છે કે તેઓ કદાચ કોઈ જાહેરાતના શૂટિંગ માટે ત્યાં મળ્યા હશે. આ સિવાય મૃણાલ અને યશસ્વી વચ્ચેના ઉંમરના તફાવતને લઈને પણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અગાઉ પણ અભિનેત્રીના ડેટિંગના સમાચારો આવ્યા હતા સામે
મૃણાલ ઠાકુર અગાઉ પણ પોતાની ડેટિંગની અફવાઓને કારણે અખબારો અને સોશિયલ મીડિયાની હેડલાઇન્સમાં રહી ચૂકી છે. યશસ્વી જયસ્વાલ અગાઉ તેનું નામ સાઉથના જાણીતા અભિનેતા ધનુષ સાથે પણ જોડવામાં આવ્યું હતું અને તેમના લગ્નને લઈને પણ અફવાઓ ઉડી હતી. જોકે, તે સમયે અભિનેત્રીના નજીકના લોકોએ આ તમામ અટકળોને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.
અભિનેત્રીની પ્રોફેશનલ કારકિર્દી
અંગત જીવનની અફવાઓથી અલગ, મૃણાલ ઠાકુર પોતાની વ્યાવસાયિક કારકિર્દીમાં અત્યારે ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે સિલ્વર સ્ક્રીન પર ફિલ્મ “હૈ જવાની તો ઇશ્ક હોના હૈ” માં મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. હાલમાં આ ડેટિંગના સમાચારો પર કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
આ પણ વાંચો: CJP વિરોધની વાયરલ રીલ્સ જોઈ કંગના રનૌત ભડકી, Gen-Zના પ્રદર્શનને ગણાવ્યું ‘ઘૃણાસ્પદ’












