ટ્રેન્ડિંગમનોરંજન

CJP વિરોધની વાયરલ રીલ્સ જોઈ કંગના રનૌત ભડકી, Gen-Zના પ્રદર્શનને ગણાવ્યું ‘ઘૃણાસ્પદ’

Kangana Ranaut : હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકના સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) નું પ્રદર્શન સમાપ્ત થયા બાદ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તીખી પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે CJP ના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રહારો કર્યા છે.

CJP ના આંદોલનની ખુલ્લેઆમ ટીકા

પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમણે જંતર-મંતર ખાતે યોજાયેલા CJP ના આંદોલનની ખુલ્લેઆમ ટીકા કરી છે અને પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા માટે બનાવવામાં આવી રહેલી રીલ્સ (Reels) અને તે દરમિયાન વપરાયેલી ભાષાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વ્યક્ત કરી નારાજગી

બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને પૂર્ણ થયેલા CJP ના વિરોધ પ્રદર્શન પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી છે. Gen Z આંદોલનકારીઓ પર નિશાનો સાધતા તેમણે જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાઓની સખત શબ્દોમાં ટીકા કરી છે.

કંગના રનૌતે પોસ્ટમાં શું લખ્યું?

પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંગનાએ લખ્યું હતું કે, “મેં મારી આખી જિંદગીમાં એક જ જગ્યાએ આટલી બધી બદ્ધિ અને કદરૂપી વસ્તુઓ ક્યારેય નથી જોઈ. Gen Z ના આંદોલનની જે રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, તેને જોઈને તો ઊલટી જ આવી જાય. તેઓ જે રીતે વાત કરે છે અને જે ભાષાનો ઉપયોગ કરે છે, તે અત્યંત હલકી કક્ષાની છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મેં મારા જીવનમાં ક્યારેય પણ દરેક ફ્રેમમાં આટલી બધી ભદ્દી અને હલકી બાબતો એકસાથે જોઈ નથી.”

kangana ranaut

કંગના રનૌતે પોતાની પોસ્ટમાં સીજેપી (CJP) આંદોલનમાં સામેલ થયેલા વિદ્યાર્થીઓ અને તેમની માનસિકતા પર તીખા પ્રહારો કરતાં આગળ લખ્યું હતું કે, “છી, આખરે આવા લોકોને જન્મ કોણ આપી રહ્યું છે અને એમનો ઉછેર કોણ કરી રહ્યું છે?” “ભારત વિવિધતાથી ભરેલા સુંદર અને સભ્ય લોકોનો દેશ છે. એવા લોકો જે શાલીનતા સાથે તૈયાર થાય છે અને જેમની પાસે સાંસ્કૃતિક સમજણ અને મર્યાદા છે.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ડિજિટલ ડિટોક્સ (Digital Detox) ની સખત જરૂર

“તમે ખુદને ‘કોકરોચ’ કહો છો અને બિલકુલ તેમના જેવા જ દેખાઓ છો તેમજ એવું જ વર્તન પણ કરો છો. આમાં કોઈ શંકા નથી, તમે બધા જ આ સુંદર દુનિયાને પોતાની ગંદકી, કચરા અને કદરૂપતાનો શિકાર બનાવી રહ્યા છો., આ તમામ વાયરલ રીલ્સે મારા મન પર ખૂબ જ ઊંડી અને નકારાત્મક અસર છોડી છે. હવે આ વાતાવરણમાંથી બહાર આવવા અને મનને શાંત કરવા માટે મને ડિજિટલ ડિટોક્સ (Digital Detox) ની સખત જરૂર છે.”

અગાઉ પણ કંગના રનૌતે સીજેપી (CJP) આંદોલન પર સાધ્યું હતું નિશાન

કંગના રનૌતે આ પહેલીવાર નથી જ્યારે સીજેપી (CJP) ના વિરોધ પ્રદર્શન અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય, આ પહેલાં પણ તેઓ આ આંદોલન પર આકરા પ્રહારો કરી ચૂક્યા છે. તેમણે 20 જુલાઈના રોજ વિપક્ષ અને આંદોલનકારીઓ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકારને આ રીતે ઝુકાવી શકાય નહીં. વિપક્ષ સરકારને એ વાત માટે મજબૂર કરી શકે નહીં કે કયા પદ પર કોને રાખવા અને કોને હટાવવા. જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર પાસે જ એ નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર છે કે દેશ કે રાજ્યની શાસન વ્યવસ્થા કેવી રીતે ચલાવવી. તેમણે આગળ ઉમેર્યું હતું કે, “જો તેમને (વિપક્ષને) સરકાર ચલાવવાનો આટલો જ શોખ હોય, તો તેમણે ચૂંટણી લડીને અને જીતીને સત્તામાં આવવું જોઈએ.

આ પણ વાંચો :રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, મહિલાનું મોત

આ પણ વાંચો :ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, ક્યારે અને ક્યાં રમાશે મેચ?

Back to top button