ભાદરવી પૂનમના સાત દિવસના મેળામાં 40.41 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા

પાલનપુર, 7 સપ્ટેમ્બર : યાત્રાધામ અંબાજી ખાતે એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો. જેમાં સાત દિવસમાં કુલ 40.41 લાખ ઉપરાંતના માઇ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. મેળો શુખ રૂપ સંપન્ન થતાં વહીવટી તંત્રએ પણ હાસકારો અનુભવ્યો હતો.
શક્તિ ભક્તિ અને અસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત માં અંબા નું ધામ અંબાજી ભાદરવી પૂનમનો સાત દિવસનો મેળો યોજાયો હતો આ સાત દિવસ મેળા દરમિયાન અસંખ્ય માઇ ભક્તો પગપાળા તેમજ સંઘ અને ધજા સાથે માં અંબાના દર્શન કરવા માટે બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જેમાં પ્રથમ દિવસે 3.71, બીજા દિવસે 3.58, ત્રીજા 7.70,ચોથા દિવસે 7.43, પાંચમા દિવસે 7.57, છઠ્ઠા દિવસે 6.15,સાતમા દિવસે 4.24 લાખ ઉપરાંતના માઇ ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. છેલ્લા બે દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે પણ માઈ ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા.
આમ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર સાત દિવસના મેળા દરમિયાન કુલ 40,41,306 માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. રવિવારે મેળો સુખરૂપ સંપન્ન થતાં વહીવટી તંત્ર એ પણ રાહત અનુભવી હતી. આ મેળા દરમિયાન કોઈપણ માઈ ભક્તને દર્શન કરવામાં કે ચાલીને અંબાજી સુધી આવવામાં તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેકટર મિહિર પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ના દેખરેખ હેઠળ હેઠળ તમામ વહીવટી તંત્ર દ્વારા ખડે પગે રહી મેળાની સુંદર પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.












