માળા વેચતી મોનાલિસા હવે મોટા પરદે રોમાન્સ કરશે, જાણો કોણ છે હીરો

- વાયરલ છોકરીના મ્યુઝિક વીડિયોનો પહેલો લુક બહાર આવતાની સાથે જ ઇન્ટરનેટ પર ધૂમ મચી ગઈ છે
17 મે, મુંબઈઃ પ્રયાગરાજમાં મહાકુંભમાં માળા વેચતી વખતે અચાનક વાયરલ થયેલી મોનાલિસા Monalisa હવે હિરોઈન બનવા જઈ રહી છે. પોતાની સુંદર નીલી આંખોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલી આ વાયરલ ગર્લનો પહેલો મ્યુઝિક વીડિયો ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે, જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. વાયરલ છોકરીના મ્યુઝિક વીડિયોનો પહેલો લુક બહાર આવતાની સાથે જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. ફોટામાં મોનાલિસા એક ડેશિંગ હીરો સાથે રોમેન્ટિક પોઝમાં જોવા મળી રહી છે. દરમિયાન ચાહકો હવે જાણવા માટે ઉત્સુક છે કે મોનાલિસા જેની સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કરવા જઈ રહી છે તે લકી હીરો આખરે કોણ છે?
View this post on Instagram
મોનાલિસાનો ઓનસ્ક્રીન હીરો કોણ છે?
વાયરલ ગર્લ મોનાલિસાએ સોશિયલ મીડિયા પર તેના પહેલા મ્યુઝિક વીડિયોની એક ઝલક શેર કરી છે, જેમાં તે સિંગર ઉત્કર્ષ સિંહ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. ઉત્કર્ષ સિંહનું સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (@utkarshsinghoffi cial) દર્શાવે છે કે તે એક કલાકાર છે, જે દિલથી મેલોડીઝ લખે છે અને ગીતો ગાય છે. આ મ્યુઝિક વિડીયોમાં મોનાલિસાનો ઓનસ્ક્રીન હીરો ઉત્કર્ષ સિંહ છે. ફોટામાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને ચાહકોમાં આ ગીત પ્રત્યેનો ઉત્સાહ વધી ગયો છે.
સફેદ શૂટમાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગી
આ તસવીરોમાં મોનાલિસા અને ઉત્કર્ષે સફેદ રંગનું ટ્વિનિંગ કર્યું છે. મોનાલિસાએ ફૂલ પ્રિન્ટેડ સફેદ રંગનો સૂટ પહેર્યો છે અને હીરો ઉત્કર્ષે પણ સફેદ રંગનો શર્ટ અને પેન્ટ પહેર્યો છે. વાયરલ છોકરી આ સફેદ રંગના શૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જેમાં તેણે કાનમાં સુંદર મોટા ઝુમકા પહેર્યા છે, જે તેના આ લુકને વધુ આકર્ષક બનાવી રહ્યા છે.
વાયરલ ગર્લનું પહેલું ગીત ટૂંક સમયમાં રિલીઝ થશે
આ તસવીરો શેર કરતી વખતે, મોનાલિસા અને ઉત્કર્ષે લખ્યું છે કે અમારી સાથે જોડાયેલા રહો! અમારા આગામી ટ્રેકનો પહેલો લુક આવી રહ્યો છે! આ પહેલા મોનાલિસા દિગ્દર્શક સનોજ મિશ્રા સાથે ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ કરવાની હતી, પરંતુ હાલમાં તે બળાત્કારના કેસમાં જેલમાં છે.
આ પણ વાંચોઃ વિચિત્ર કિસ્સો: ટોયલેટના રસ્તે જેલમાંથી 10 કેદી ફરાર થઈ ગયા, ગાર્ડ ખાવાનું લેવા જતાં ખેલ થઈ ગયો












