વિચિત્ર કિસ્સો: ટોયલેટના રસ્તે જેલમાંથી 10 કેદી ફરાર થઈ ગયા, ગાર્ડ ખાવાનું લેવા જતાં ખેલ થઈ ગયો

ન્યૂ ઓરલિયન્સ: અમેરિકામાં ન્યૂ ઓરલિયન્સની જેલમાંથી શુક્રવારે રાતના 10 કેદીઓએ સનસનીખેજ રીતે ભાગવામાં સફળતા મેળવી. તેમણે એક સેલના ટોયલેટના પાછળ આવેલા કાણામાંથી બહાર નીકળી દીવાલ કુદીને ભાગ્યા, જ્યારે તે સમયે ત્યાં તૈનાત એક માત્ર ગાર્ડ ખાવાનું લેવા ગયા હતા. સ્થાનિક શેરિફનું કહેવું છે, કે તેમાં જેલના અમુક કર્મચારીઓની મિલીભગત હોય શકે છે. કુલ મળીને 8 કેદી, જેમાં હત્યાના આરોપી પણ સામેલ છે, જે હજુ પણ ફરાર છે. આ જેલમાં કુલ 1400 કેદીઓ બંધ છે.
તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
શેરિફ ઓફિસે એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે સર્વેલન્સ ફૂટેજ શેર કર્યા જેમાં કેદીઓ જેલમાંથી ભાગી રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. કેટલાક કેદીઓએ નારંગી રંગનો જેલ ગણવેશ પહેર્યો હતો, જ્યારે કેટલાક સફેદ રંગના કપડાંમાં હતા. કાંટાળા તારથી બચવા માટે તેમણે ધાબળાની મદદથી વાડ ઉપર કૂદી પડ્યા. તેમાંથી કેટલાક નજીકના રસ્તા પર દોડતા જોવા મળ્યા હતા. શૌચાલયની પાછળના કાણામાંથી કેદીઓ ભાગી ગયા હતા તેના પર ‘Too Easy LoL’ શબ્દો લખેલા હતા અને છિદ્ર તરફ એક તીર નિર્દેશ કરતું હતું. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કેદીઓના ભાગી જવાની ખબર કેવી રીતે પડી?
કેદીઓના ભાગી જવાની 7 કલાક પછી, સવારે 8:30 વાગ્યે નિયમિત ગણતરી દરમિયાન તેમના ભાગી જવાની ખબર પડી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેદીઓ જે સેલ પોડમાં હતા ત્યાં કોઈ ડેપ્યુટી હાજર નહોતા. એક સિવિલિયન ટેકનિશિયન પોડનું નિરીક્ષણ કરી રહ્યો હતો, પણ તે ખોરાક લેવા ગઈ હતી. શેરિફ સુસાન હટસને જણાવ્યું હતું કે કેદીઓએ તાળાઓ ખરાબ હોવાનો લાભ લીધો હતો. તેમણે કહ્યું કે તે લાંબા સમયથી જેલની ખરાબ હાલત અને તાળાઓ સુધારવા માટે ભંડોળની માંગ કરી રહ્યા હતા. હટસને એમ પણ કહ્યું કે અંદરની મદદ વિના આ જેલમાંથી ભાગી જવું લગભગ અશક્ય હતું.
આ પણ વાંચો: RCB vs KKR: ટેસ્ટમાંથી સંન્યાસ લીધા બાદ પહેલી વાર કોહલી રમતા જોવા મળશે, આજથી ફરી IPLની શરુઆત થશે











