અમદાવાદના જુહાપુરામાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત, બે શખ્સોની ધરપકડ

અમદાવાદ, 21 ઓગસ્ટ 2025: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી કામગીરી દરમિયાન પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા જુહાપુરાના સંકલિત નગર ઘર નંબર 21માંથી 161.540 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ. 16,15,400 છે.
આ કામગીરી દરમિયાન પોલીસે મોહમ્મદ ફેઝાન નસીરહુસેન કુરેશી અને મોહમ્મદ ફિરોઝ ફજલુરરહેમાન શેખની ધરપકડ કરી છે. આ બંને શખ્સો ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. SOGએ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.
પોલીસે આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને તેનું વિતરણ ક્યાં થવાનું હતું તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ શહેરમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહીની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.
આ પણ વાંચો: 31 ગુનાઓનો આરોપી મહુવાના બોરડા ગામ પાસેથી ઝડપાયો, દોરડે બાંધી પોલીસે ગામમાં ફેરવ્યો












