કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

31 ગુનાઓનો આરોપી મહુવાના બોરડા ગામ પાસેથી ઝડપાયો, દોરડે બાંધી પોલીસે ગામમાં ફેરવ્યો

ભાવનગર 21 ઓગસ્ટ 2025: મહુવા તળાજા હાઈવે રોડ ઉપર આવેલ બોરડા – લોંગડી ગામ વચ્ચેથી બે દિવસ અગાઉ દાઠા અને મહુવા ડિવીઝન સ્કવોડ ટીમે બોરડા પેટ્રોલપંપ થી પીછો કરી આરોપીને લોંગડી ગામ નજીક દબોચી લીધો હતો અને દાઠા પોલીસ સ્ટેશન લવાયો હતો દાઠા પોલીસ સ્ટેશન મહુવા ડિવીઝન પોલીસ સહિત પાસેથી કબજો લઈ પોલીસ સ્ટેશન લવાયો હતો અને આરોપીને કડક પોલીસ બંદોબસ્તના કાફલા સાથે રિકન્સ્ટ્રક્શન કરાયુ હતુ.

ખુંખાર કુખ્યાત -વોન્ટેડ આરોપી વિરુદ્ધ એકત્રીસ ગુન્હાઓ નોંધાઈ ચુક્યા હોવાનુ પોલીસ ટીમે જણાવેલ આરોપી સામે રાજુલા શહેરમા કોહીનુર હોટલ અને રાજ મંદિર હોટલ નજીક એક વર્ષ અગાઉ લુંટ સહિત અલગ-અલગ ગુન્હાઓ નોંધાઈ ચુક્યા હોય ત્યા પણ રિકન્સ્ટ્રક્શન કરાયુ હતુ.

ભારતીય ન્યાય સહિત ૩૦૯ ચાર મુજબના કામે દાઠા પોલીસ સહિત પોલીસ સ્ટેશનથી આરોપીનો કબ્જો મેળવી રાજુલા પોલીસ સ્ટેશનના ગુન્હાઓના કામે આજે અટક કરેલ અને અમરેલી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાઓના કામે વધુ તપાસ હાથ ધરાઈ હતી.

પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન મુજબ તેમજ સાવરકુંડલા મદદનીસ અધિક્ષક વલય વૈદ્યની ચુચન મુજબ અમરેલી. ક્રાઈમ બ્રાંચના પી આઈ વીએમ કોલદરા, રાજુલા-પોલીસ સ્ટેશનના પી આઈ એ ડી ચાવડા, પી. એસ આઈ મહિલા પોલીસ સહિત પોલીસ સ્ટાફ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી શિવરાજ વાલાભાઈ ધાખડા રહે વડ તાલુકો રાજુલા હાલ. રાજુલા રોડ વાળાનુ રિકન્સ્ટ્રક્શન કરાયુ હતુ લોકોના ટોળા આરોપીને અને પોલીસની કામગીરી નિહાળવા ટોળા ઉમટયા હતા.

આ પણ વાંચો: SC,ST સેલના ડી.વાય.એસ.પી. અને હેડ કોન્સ્ટેબલ રૂ. 1.5 લાખની લાંચ લેતા ઝડપાયા

Back to top button