અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર: જાણો ક્યાં કેટલો ખાબક્યો

HD ન્યૂઝ, 29 જુલાઈ, 2025: હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેના કારણે છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના અંતર્ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ નડિયાદ અને મધ્ય નડિયાદમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ધંધા-રોજગાર માટે જતા લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે. જેમાં 34 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (29મી જુલાઈ) વરસાદનું જોર ઓછું થતું દેખાઈ રહ્યું છે. આજે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરુચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આજે ગુજરાતમાં ક્યાંય પણ અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી નથી. નોંધનીય છે કે, આગામી 30 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જોકે, હવામાન વિભાગે ત્રીજી ઑગસ્ટ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

Back to top button