નેશનલ

ધનબાદમાં મોટી દુર્ઘટનાઃ ગ્લાઈડર ઉડતાની સાથે જ તૂટી પડ્યું,પાઈલટ સહિત બે ગંભીર

ગઈ કાલે ઝારખંડના બરવાડા હવાઈપટ્ટી પરથી ટેકઓફ કર્યા પછી એક ગ્લાઈડર શહેરની ઉપર ઉડી રહ્યું હતું. દરમિયાન ગ્લાઈડરમાં ટેકનિકલ ખામી સર્જાતા તે બેકાબૂ થઈને ધનબાદના બિરસા મુંડા પાર્ક પાસેના એક મકાન પર પડી હતી.ગ્લાઈડર ઘર પર અથડાતાં જ આખો વિસ્તાર જોરદાર અવાજથી ધ્રૂજી ઊઠ્યો હતો. ઘટના સમયે ગ્લાઈડરનો એર પાઈલટ અને અન્ય એક વ્યક્તિ તેમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં બંનેને ઈજાઓ થઈ છે, સાથે જ ગ્લાઈડરને પણ ખરાબ રીતે નુકસાન થયું છે.

ધનબાદમાં દુર્ઘટના -humdekhengenews

 

ધનબાદમાં મોટી દુર્ઘટના સર્જાઈ

સ્થાનિક લોકોની મદદથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોની મોટી ભીડ સ્થળ પર એકઠી થઈ ગઈ છે. અને આ અંગે પોલીસને જાણ કરતા જ બરવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ઘટનામાં પાઈલટ સહિત બે ગંભીર

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગ્લાઈડર લોકોને ધનબાદ શહેરમાં હવાઈ મુસાફરી કરાવી રહ્યા હતા. ત્યારે ગુરુવારે આ ઘટના બની હતી. અને આ દુર્ઘટનાનું કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘટના સમયે ભૂકંપ જેવો જોરદાર અવાજ સંભળાયો હતો અને અવાજથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો.આ ગ્લાઈડરમાં બે લોકો સવાર હતા, જેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.આ ઘટનામાં ઘરના લોકોનો આબાદ બચાવ થયો હતો.

ધનબાદમાં દુર્ઘટના -humdekhengenews

 

પોલીસ અને પ્રશાસને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્રને થતાં જ જિલ્લા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.  આ સમગર્ર ઘટનાનો એક વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં આ દુર્ઘટનાના દ્રશ્યો કેદ થયા છે.  ગ્લાઈડરમાં બેઠેલા એક વ્યક્તિ દ્વારા તેના મોબાઈલમાં આ વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચો  : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 36 તાલુકામાં વરસાદ, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Back to top button