બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષાબળોની મોટી કાર્યવાહી: 35 આતંકીઓ ઠાર, 3 કમાન્ડર ઝડપાયા

Major operation by Pakistani security forces: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુરક્ષાબળોએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મંગલા જરઘૂન ઘર વિસ્તારમાં ચલાવવામાં આવેલા વિશેષ ઓપરેશન દરમિયાન 35 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, જ્યારે 3 સિનિયર કમાન્ડરોની ધરપકડ કરવામાં આવી છે.
અહેવાલ મુજબ, આ ઓપરેશન 13 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને છેલ્લા ચાર દિવસથી સતત કાર્યવાહી ચાલી રહી છે.
બલૂચિસ્તાન સરકારનું નિવેદન
શાહિદ રિંદએ ક્વેટામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે આ કાર્યવાહી પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને તેના સહયોગી જૂથો સામે કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ઝડપાયેલા ત્રણેય કમાન્ડરો હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓ છે અને અગાઉ ઝડપાયેલા આતંકીઓ પાસેથી મળેલી ગુપ્તચર માહિતીના આધારે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અનેક બેઝ કેમ્પ નષ્ટ
સુરક્ષાબળોની કાર્યવાહીમાં મંગલા જરઘૂન ઘર વિસ્તારમાં આવેલા અનેક આતંકી બેઝ કેમ્પોને પણ નષ્ટ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
હાલમાં પાકિસ્તાની સેના તરફથી આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
અગાઉના ઓપરેશનમાં સૈનિકોના મોત
તાજેતરમાં બલૂચિસ્તાનના બરખાન જિલ્લામાં આતંકીઓ સામે ચલાવવામાં આવેલા અન્ય એક ઓપરેશન દરમિયાન એક મેજર સહિત પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા.
ISPR અનુસાર, તે ઓપરેશનમાં ઓછામાં ઓછા સાત આતંકીઓ માર્યા ગયા હતા.
આતંકવાદ મુદ્દે પાકિસ્તાન ફરી ચર્ચામાં
પાકિસ્તાન પર લાંબા સમયથી આતંકી સંગઠનોને આશ્રય આપવાના આરોપો લાગતા રહ્યા છે. આવી સ્થિતિમાં બલૂચિસ્તાનમાં આતંકીઓ સામેની કાર્યવાહી દ્વારા પાકિસ્તાન પોતાની આંતરરાષ્ટ્રીય છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : કેરળમાં આજે UDF સરકારનો શપથગ્રહણ સમારંભ, વીડી સતીશન લેશે CM પદના શપથ












